દેશમાં બે મહિનાથી વધુ સમય બાદ કોરોના વાયરસનો સંક્રમણ દર એક ટકાથી પાર પહોંચીને ૧.૦૭ ટકા નોંધાયો છે.
૨૭ ફેબ્રુઆરીએ સંક્રમણ ૧.૧૧ ટકા નોંધાયો હતો. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૭૦ ટકા છે. તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૯,૫૦૦ થઈ ગઈ છે, જે કુલ કેસના ૦.૦૫ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં ૪૦૮નો વધારો થયો છે.
આંકડા અનુસાર દર્દીઓના સાજા થવાનો દર ૯૮.૭૪ ટકા છે. દેશમાં અત્યાર સુધી કુલ ૪,૨૫,૩૮,૯૭૬ લોકો સંક્રમણથી સાજા થઈ ચુક્યા છે અને કોવિડનો ડેથ રેટ ૧.૨૨ ટકા છે. તો દેશવ્યાપી વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ વેક્સીનના ૧૮૯.૨૩ કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સાત ઓગસ્ટ ૨૦૨૨ના સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટના ૩૦ લાખ અને પાંચ સપ્ટેમ્બર ૨૦૨૦ના ૪૦ લાખને પાર કરી ગઈ હતી. સંક્રમણના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના ૮૦ લાખ અને ૨૦ નવેમ્બર ૨૦૨૦ના ૯૦ લાખને પાર ચાલ્યા ગયા હતા.
દેશમાં ૧૯ ડિસેમ્બર ૨૦૨૨ના કેસ એક કરોડને પાર પહોંચ્યા હતા. પાછલા વર્ષે ચાર મેએ સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને ૨૩ જૂન ૨૦૨૧ના ત્રણ કરોડ પર પહોંચી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં કેસ ચાર કરોડને પાર પહોંચ્યા હતા.
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણથી ૨૬ લોકોના મોત થયા છે, જેમાં કેરલમાં ૨૧, ઓડિશામાં બે, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી સંક્રમણથી ૫,૨૩,૮૬૯ લોકોના મોત થયા છે.
જેમાં મહારાષ્ટ્રમાં ૧,૪૭,૮૪૩, કેરલમાં ૬૯,૦૬૮, કર્ણાટકના ૪૦,૧૦૨, તમિલનાડુના ૩૮,૦૨૫, દિલ્હીના ૨૬,૧૭૫, ઉત્તર પ્રદેશના ૨૩,૫૦૮ અને પશ્ચિમ બંગાળમાં ૨૧૨૦૨ લોકો હતા. દેશમાં બે મહિનાથી વધુ સમય બાદ કોરોના વાયરસનો સંક્રમણ દર એક ટકાથી પાર પહોંચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આઠ કલાકે જાહેર આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના ૩૧૫૭ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી સંક્રમિત થઈ ચુકેલા લોકોની સંખ્યા વધીને ૪,૩૦,૮૨,૩૪૫ થઈ ગઈ છે. દેશમાં સંક્રમણથી ૨૬ વધુ લોકોના મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક ૫,૨૩,૮૬૯ થઈ ગયો છે.