ભાગેડૂ કારોબારી મેહુલ ચોકલી અને તેની ગીતાંજલિ જેમ્સ વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
આ કેસ ૩૦ એપ્રિલે દાખલ કરવામાં આવ્યો હતો. ૨૦૧૪-૧૮ વચ્ચે સરકારી કંપની ઈન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડથી ૨૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા માટે નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સીબીઆઈ મેહુલ ચોકસી અને તેના સહયોગીઓ પર પણ દરોડા પાડી રહી છે. સીબીઆઈ તરફથી એફઆઈઆર પ્રમાણે આઈએફસીઆઈ લિમિટેડ, જીજીએલ અને ચોકસીના પ્રતિનિધિત્વ, આશ્વાસન અને ઉપક્રમો પર ર્નિભર હતું.
આ સિવાય ગિરવે રાખેલા ઘરેણાની કિંમતનું મૂલ્યાંકન, સૂરજમળ લલ્લૂ ભાઈ એન્ડ કંપની, નરેન્દ્ર ઝાવેરી, પ્રદીપ શાહ અને શ્રેનિક શાહ જેવા મૂલ્યાંકનકર્તાઓએ કર્યું હતું. આ આરોપ લગાવવામાં આવ્યો કે શેરને ગિરવે, હીરા અને સોનાના આભૂષણોને ગિરવે રાખી તેના પર બે ગણા સિક્યોરિટી કવરના આધાર પર લોન વિતરિત કરવામાં આવી હતી, જેની મૂલ્યાંકન નામાંકિત મૂલ્યાંકનકર્તાઓએ કર્યું હતું.
આ બધાનું નામ આરોપી તરીકે એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા ર્છે સીબીઆઈએ કહ્યું કે, ચોકસીની કંપનીએ લોનના હપ્તાની ચુકવણીમાં ચુક કરી અને પૈસાની વસૂલી માટે આઈએફસીઆઈ લિમિટેડે લોનને મંજૂર કરી અને ગિરવે રાખેલા ૨૦,૬૦,૦૫૪ શેરોમાંથી ૪.૦૭ કરોડના મૂલ્યના માત્ર ૬,૪૮૮૨૨ શેર વેચી શક્યો કારણ કે ચોકસીના ક્લાઈન્ટ આઈડી નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે સપ્સેન્ડ કરી દીધા હતા.
સિક્યોરિટીઝને રિલીઝ કરવા માટે આઈએફસીઆઈએ બે મૂલ્યાંકનકર્તાઓની નિમણૂક કરી, જેણે ગિરવે રાખેલા ઘરેણાની નવી કિંમત જાહેર કરી હતી. તાજા કિંમતોમાં ગેરવે રાખેલા ઘરેણાની કિંમતમાં ત્રણ વર્ષમાં ૯૮ ટકાનો ઘટાડો જાેવા મળ્યો. એફઆઈઆરમાં સીબીઆઈએ કહ્યું, તે જાણવા મળ્યું કે હીરા ઓછી ક્વોલિટીના હતા. તેને લેબમાં કેમિકલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. તે ખોટા હતા.