ઘણા સમયથી ડ્રગ્સની દાણચોરી થઈ રહી હતી
છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાન દ્વારા ડ્રોનને ભારતીય સીમામાં ઘૂસવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ દરેક વખતે BSFના સતર્ક જવાનોએ પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. થોડા દિવસો પહેલા અટારી ઉપર એક પાકિસ્તાની ડ્રોન ઉડતું જાેવા મળ્યું હતું.
આ ડ્રોન ભારતીય સરહદ પાર કરતી વખતે લગભગ ૫ કિલોમીટર સુધી અંદર આવ્યું હતું. આ પહેલા ૨૧ એપ્રિલે ગુરદાસપુર સેક્ટરમાં ડ્રોન દ્વારા ૪ વખત ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને મારવા માટે, BSFએ લગભગ ૧૬૫ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું. ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન પંજાબના અમૃતસરમાં ઘુસ્યું હોવાની માહિતી મળી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદ પાર કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુરુવારે, સરહદ પર તૈનાત BSFના જવાનોએ લગભગ ૦૧ઃ૧૫ વાગ્યે અમૃતસર સેક્ટરમાં ધનોન કલાન ગામ પાસે પાકિસ્તાન તરફથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં કેટલીક શંકાસ્પદ ઉડતી સામગ્રીનો અહેસાસ કર્યો, ત્યારબાદ સૈનિકોએ ગોળીબાર કર્યો અને તેને નીચે પાડી દીધો.
ડ્રોન નીચે પડ્યા બાદ સમગ્ર વિસ્તારને સૈનિકોએ ઘેરી લીધો હતો અને તરત જ પોલીસ અને સહયોગી એજન્સીઓને તેની જાણ કરી હતી. બાદમાં સૈનિકોને સવારે ૬.૧૫ વાગ્યે ધનોન કાલા ગામ પાસે કાળા રંગનું ડ્રોન મળ્યું. ઝડપાયેલું ડ્રોન ચાઈનીઝ ડ્રોન હતું. આ ચાઈનીઝ ડ્રોનનું નામ DJ મેટ્રિક ૩૦૦ છે.