ગ્રામીણ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોમાં ઉત્પાદિત વસ્તુઓનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ટ્રેડ ફેર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે કે NRLM દ્વારા ૨૩ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૧૮ દરમિયાન ‘‘આજીવિકા-૨૦૧૮’’ – મીની ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગ્રામીણ કારીગરો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓ જેવી કે, હસ્તકારીગરીની વસ્તુ, વિવિધ મશીનરીનું પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શનમાં ગ્રામીણ કારીગરો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો તથા સ્વયં સહાય સમૂહો માટે વિપુલ પ્રમાણમાં તક રહેલી છે. રાજ્યના તમામ ગ્રામીણ કારીગરો, સ્વસહાય જૂથ અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ એકમોના ઔદ્યોગિક એસોસિએશને નોંધ લઇ સ્વૈચ્છિક ધોરણે આ પ્રદર્શનમાં ભાગ લેવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share This Article