પાછલા બે વર્ષોએ ચોક્કસપણે આપણા સ્વાસ્થ્યને પહેલા કરતા વધુ સુરક્ષિત રાખવાના મહત્વને સ્પષ્ટપણે ભાર મુક્યો છે. સારવારના વધતા ખર્ચ સાથે, આપણી ભાવનાત્મક અને નાણાકીય સુખાકારી પર મોટી અસર પડે છે. રોગચાળાએ હેલ્થ ઇન્સ્યોરન્સ (આરોગ્ય વીમા)ની જરૂરિયાત પણ નિશ્ચિત કરી છે જે સારવાર, હોસ્પિટલમાં દાખલ થવા અને કોવિડ પછીના તબીબી ખર્ચાઓના નાણાકીય બોજને ઘટાડવામાં મદદ કરી શકે છે.
જો કે, હાલમાં, યોજનાની ઉંમર અને વીમાની રકમ (કવરેજ રકમ)ને ધ્યાનમાં લીધા પછી ગણવામાં આવતા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર 18% જીએસટી વસૂલવામાં આવે છે. હેલ્થ ઇન્સ્યોરન્સને વધુ સસ્તું બનાવવાની અને તમામ ભારતીયો માટે લાદવામાં આવેલ જીએસટીને ઘટાડીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળમાં ઍક્સેસને વ્યાપક બનાવવાની જરૂર છે.
આ અંગે ટિપ્પણી કરતાં, SBI જનરલ ઈન્સ્યોરન્સના હેલ્થ વર્ટિકલના વડા શ્રીરાજ દેશપાંડેએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા બે વર્ષમાં હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રિમીયમમાં વધારો જોયો છે, કારણ કે ઘણા ભારતીયોએ આરોગ્ય સંબંધિત ઉદભવનારી અનિશ્ચિતતા સામે પોતાને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે વીમા યોજનાઓ પસંદ કરી છે. જો કે, ભારતમાં વીમાના પ્રવેશને વધુ વધારવાની અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેને સસ્તો બનાવીને નાના ગ્રાહકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પર લાદવામાં આવેલી જીએસટીમાં ઘટાડો કરીને વધુ ભારતીયોને હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા પ્રોત્સાહિત કરવાની તક છે.”
વ્યાપક અને પર્યાપ્ત હેલ્થ ઇન્સ્યોરન્સની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે તે હોસ્પિટલમાં દાખલ થતા પહેલાના અને પછીના ખર્ચ, એમ્બ્યુલન્સ ચાર્જ, ગંભીર બીમારીઓ સાથે સંકળાયેલા ખર્ચ અને પસંદ કરેલ યોજનાના આધારે અન્ય ખર્ચાઓની વિશાળ શ્રેણીને આવરી શકે છે. વધુમાં, જ્યારે તે તબીબી સારવારના ભાવવધારાને નાથવાની વાત આવે ત્યારે તે અત્યંત ઉપયોગી છે.