ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમની ચર્ચા થાય તો એક જ નામ સામે આવે અને તે છે મુંબઈ ઈન્ડિયન્સ. પરંતુ કહેવાય છે કે દરેક વ્યક્તિનો દરેક દિવસ સરખો હોતો નથી.
આવું જ કંઈક મુંબઈ ઈન્ડિયન્સ સાથે થઈ રહ્યું છે. કેમ કે આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી રમેલી તમામ ૮ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. જે તેનું કોઈપણ સિઝનનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
મુંબઈ આ સિઝનમાંથી બહાર થવાના આરે પહોંચી ગયું છે. ટીમ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. તો કેપ્ટન રોહિત શર્મા બધાના નિશાના પર આવી ગયો છે. રોહિત શર્માની આગેવાનીમાં જ ટીમે પાંચ વખત આઈપીએલનું ટાઈટલ જીત્યું છે. એવામાં હવે સતત આઠ મેચ હારવી એ દરેક માટે આશ્વર્ય પમાડનારું છે.
રોહિત શર્મા પર ખરાબ કેપ્ટનશીપ, ખરાબ બેટિંગનો આરોપ લાગી રહ્યો છે. પરંતુ જાે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો લીડરશીપ ગ્રૂપમાં એકલો રોહિત શર્મા જ નથી. પરંતુ ટીમના સપોર્ટ સ્ટાફમાં દિગ્ગજાેની સેના છે. એવામાં હારનું ઠીકરું માત્ર રોહિત શર્મા પર જ ફોડવું યોગ્ય નથી.
ટીમમાં અલગ-અલગ વસ્તુઓ ફોકસ કરવા માટે દરેક પ્રકારના લોકોને રાખવામાં આવ્યા છે. અનેકવાર એવું કહેવામાં આવે છે કે જાે કોઈ જગ્યાએ અનેક દિમાગ ભેગા થાય તો વસ્તુ હાંસલ કરવામાં ગરબડ ઉભી થાય છે. આવું જ કંઈક મુંબઈ ઈન્ડિયન્સ સાથે થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
એકસમયે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જ્યારે મેદાનમાં ઉતરતી ત્યારે એવું કહેવાતું કે મુંબઈનો વિજય નક્કી જ છે. પહેલા બેટિંગ હોય કે પછી બોલિંગ. રોહિત શર્મા-ક્વિન્ટન ડીકોક ઓપનિંગ કરતા.
ત્યારબાદ સૂર્યકુમાર યાદવ વનડાઉનમાં આવતો. જેના પછી ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા બેટિંગમાં આવતા. એટલે નંબર સાત સુધી બેટિંગ ઓર્ડર રહેતો. જેના કારણે મુંબઈની એક બેટ્સમેન ન ચાલે તો બીજાે ચાલે અને બીજાે ન ચાલે તો ત્રીજાે ચાલે. જાેકે મેગા ઓક્શન પછી આખી ટીમ વિખેરાઈ ગઈ.
ટીમમાં માત્ર રોહિત શર્મા, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવ રહ્યા. પરંતુ ટીમમાં હવે પહેલા જેવી સાતત્યતા નથી. જેના કારણે તમામ ૮ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.