કેટલાક રાજ્યો પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ નથી ઘટાડી રહ્યા જેથી જનતા પર બોજ વધ્યો
આજે ભારતની અર્થવ્યવસ્થાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ છે. યુદ્ધના વાતાવરણમાં દિવસેને દિવસે પડકારો આવ્યો છે. આવી કટોકટીના સમયમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન વધારવું વધુ અનિવાર્ય બની ગયું છે. જેમ કે પેટ્રોલ અને ડીઝલના ભાવનો વિષય બધાની સામે છે. દેશવાસીઓ પર તેમની વધતી કિંમતોનો બોજ ઘટાડવા માટે રાજ્યોને તેમના ટેક્સ ઘટાડવા માટે વિનંતી કરવામાં આવી હતી, જે પછી કેટલાક રાજ્યોએ ટેક્સમાં ઘટાડો કર્યો હતો, પરંતુ કેટલાક રાજ્યોએ તેના નાગરિકોને તેનો લાભ આપ્યો ન હતો, તેથી આ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ છે.
કોરોનાની ચોથા લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ પ્રથમ મુલાકાત છે. માનવામાં આવે છે કે મીટિંગ દરમિયાન દેશભરમાં કોરોનાના બૂસ્ટર ડોઝને ફ્રી બનાવવાનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવી શકે છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું તમામ કોરોના વોરિયર્સની પ્રશંસા કરું છું, જેવી રીતે તેમણે અત્યાર સુધી કામ કર્યું છે. અમુક રાજ્યોમાં કોરોના કેસ વધવા લાગ્યા છે, પરંતુ કોરોનાનો ખતરો હજુ સુધી ટળ્યો નથી. હજુ દેશમાં ગંભીર હાલત બની શકે છે. આપણે બધાએ યુરોપમાં જાેઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાંક દિવસોમાં ઘણા દેશોમાં કોરોના કેસ નોંધપાત્ર રીતે વધ્યા છે. પરંતુ આપણે સ્થિતિને નિયંત્રણમાં રાખી છે. છેલ્લા બે અઠવાડિયામાં કોરોના કેસ વધવાના કારણે આપણે સમજી જવું જાેઈએ કે આપણે એલર્ટ રહેવાની જરૂર છે. આપણી પાસે થોડાક મહિનાઓ પહેલા જે લહેર આવી, તેમાંથી આપણે કંઈક શીખ્યું. તમામ ઓમિક્રોનથી સફળતા પૂર્વક સામનો કર્યો.
બે વર્ષની અંદર દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને ઓક્સિજન સુધી કામ કર્યું.દેશમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને પીએ મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પીએમએ રસીકરણ અભિયાન અને સાવચેતી અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વિશે પણ વાતચીત કરી. પીએમ મોદીએ કહ્યું- તમે જાણો છો કે ભારત સરકારને જે રેવન્યુ આવે છે તેમાંથી ૪૨ ટકા તો રાજ્યોની પાસે જતો રહે છે. આવી સ્થિતિમાં હું રાજ્યોને સહયોગ કરવા વિનંતી કરું છું. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારા રાજ્ય અને તમારા પડોશી રાજ્યોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો.
આજે તમિલનાડુમાં પેટ્રોલ ૧૧૧ રૂપિયા, જયપુરમાં ૧૧૮થી વધુ, હૈદરાબાદમાં ૧૧૯થી વધુ છે. મુંબઈમાં ૧૨૦ અને બાજુમાં દમણ દીવમાં ૧૦૨ રૂપિયામાં મળી રહ્યું છે.