એક લોકપ્રિય ઉક્તિ એવી છે કે “જ્યાં પરિવાર હોય ત્યાં પ્રેમ હોય છે.” અને જો આપણું મન ભરપૂર હાસ્ય, ઉષ્મા અને પ્રેમથી ભરી દેતો કોઈ એક પરિવાર હોય તો તે વાગલે છે. એક વર્ષથી વધુ સમયથી તેઓ આપણા જીવનમાં આવ્યા ત્યારથી સોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સેએ તેની જીવનને સ્પર્શતી વાર્તા અને હૃદયસ્પર્શી અભિનય સાથે વિવિધ પેઢીઓના દર્શકોને મોહિત કર્યા છે. સામાજિક મુદ્દાઓ પર તેના હૃદયસ્પર્શી સંદેશ અને અનોખા વાર્તાકથન સાથે શો ભારતીય મધ્યમ વર્ગની મુશ્કેલીઓ અને આકાંક્ષાઓને સફળતાથી દર્શાવી રહ્યો છે. શોની સફળતા પર સવારી કરતાં સુમીત રાઘવન (રાજેશ વાગલે) અને પરિવા પ્રણતી (વંદના વાગલે) અને તેમના પરિવારના અન્યોએ અમદાવાદમાં તેમના ચાહકો સાથે મજેદાર સમય વિતાવવા માટે આજે આ શહેરની મુલાકાત લીધી હતી.
આરકે લક્ષ્મણની લોકપ્રિય 1980ની સિટકોમમાં આધુનિક દિવસોની સ્થિતિઓ સમાવેશ કરતા વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સેમાં અંજન શ્રીવાસ્તવ (શ્રીનિવાસ વાગલે) અને ભારતી આચરેકર (રાધિકા વાગલે) પણ તેમનાં મૂળ પાત્રોને સાકાર કરી રહ્યાં છે. શો હવે રોમાંચક વાર્તા તરફ આગળ વધી રહ્યો છે, જેમાં નાની કિટ્ટુ (માહી સોની) આખરે સાઈ દર્શન હાઈટ્સ સોસાયટીમાં પોતાની જગ્યા શોધી કાઢે છે. જોશીપુરા (દીપક પરીક) અને યામિની (માનસી જોશી) કિટ્ટુને દત્તક લેવા વિચારે છે જેનાથી ખુશી ફેલાય છે અને તેમના જીવનમાં નવો અધ્યાય શરૂ થાય છે.
શું અથર્વ અને ટોળકી કિટ્ટુને સ્વીકારશે? ઘણી બધી રોમાંચક ઘટના સાથે વાગલે કી દુનિયાએ તેના અનુભવી કલાકારો અને રોચક વાર્તારેખા સાથે દર્શકોને જકડી રાખ્યા છે.
રાજેશ વાગલેની ભૂમિકા ભજવતો સુમીત રાઘવન કહે છે, “વાગલે કી દુનિયા દરેક વ્યક્તિની વાર્તા છે. તે નિયમિય ભારતીય પરિવારના જીવનનું સુંદર પ્રતિબિંબ પાડે છે અને તેમની રોજબરોજની સમસ્યાઓનું સરળ છતાં નોંધપાચત્ર સમાધાન ઓફર કરીને અનોખી તરી આવે છે. આ લીગસીનો હિસ્સો બનવાની અને રાજેશ વાગલેનું પાત્ર ભજવવાની પણ મને ખુશી છે, કારણ કે હું જાણું છું કે મારું પાત્ર, તેનો પ્રવાસ અને તેની મૂંઝવણો રાષ્ટ્રભરના ઘણા બધા પરિવારો સાથે સુમેળ સાધે છે. તેના આરંભથી જ દર્શકોએ અમારી પર ભરપૂર પ્રેમ અને સરાહના વરસાવ્યા છે, જેને લીધે અમે ઉત્તમ વાર્તારેખા અને વળાંકો લાવી શક્યા છીએ. હું ખરેખર આજે અમદાવાદમાં આવીને મારા ચાહકોની વચ્ચે રહી શક્યો તે માટે રોમાંચિત છું અને આ દિવસ પરિપૂર્ણ રહ્યો છે.”
વંદના વાગલેની ભૂમિકા ભજવતી પરિવા પ્રણતી કહે છે, “વાગલે કી દુનિયા શો તરીકે આમ આદમીની ભાષામાં વાત કરે છે તે તેની ક્ષમતાને કારણે અનોખો તરી આવે છે. આપણા સમાજને પીડતા મુદ્દાઓ જીવંત લાવવાથી કસોટીના સમયમાં પરિવાર તરીકે એકબીજાની પડખે રહેવાની સ્થિતિ પર વિવિધ નજરિયા સુધી, વાગલેએ માધ્યમ વર્ગીય પરિવારોની સુંદરતા અને હાર માન્યા વિના રોજની મુશ્કેલીઓ થકી કઈ રીતે જીવવું તે પુનઃસ્થાપિત કર્યું છે. વંદના જેવી બહુમુખી મહિલાની ભૂમિકા ભજવવી તે ખરેખર ખુશીની વાત છે અને મને આટલો બધો પ્રેમ મળ્યો તે આશીર્વાદરૂપ છે. હું આજે અમદાવાદમાં છું તેની બેહદ ખુશી છે. અમને જેઓ બનાવે છે તે અમારા ચાહકો સાથે વાર્તાલાપ કરવા મળે તેવું ભાગ્યે જ બનતું હોય છે, જેથી આ ખરેખર વિશેષ લાગણી છે.”
જોતા રહો વાગલે કી દુનિયા, સોમવારથી શનિવારે રાત્રે 9.00, ફક્ત સોની સબ પર.