અમદાવાદ ખાતે બ્રેઈનકેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, તથા દર્દીઓને સારવાર મળી શકે તે ઉદેશ્યથીઆ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્પિટલની શરૂઆત ડૉ. વૈભવ જોશી M.D.(Psychiatry) દ્વારા કરવામાં આવી છે. આ હોસ્પિટલ એસ.જી. હાઈવે સ્થિત મની પ્લાન્ટ બિઝનેશ હબ, બીજા માળ ખાતે શરૂ કરવામાં આવેલ છે.
બ્રેઈનકેર હોસ્પિટલમાં ૨૪ X ૭ મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમા Emergency care , Psychiatric ICU Facility, Indoor facility, Neurostimulation Thearpy, Deaddication , Stress management, Counselling Centre, Child Guidance Facility , મગજ અને માનસિક રોગો, માથાના દુખાવા, યાદ શક્તિ, વ્યસન મુક્તિ, બાળ મનોરોગ, કાઉન્સીલીંગ કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપ્લબધ રહેશે.
બ્રેઈનકેર હોસ્પિટલ જે ISO 9001 અને ISO 45001 ના વિશેષ પ્રમાણપત્રો ધરાવતી હોસ્પિટલ છે. આ પ્રસંગે માનનિય ઋષિકેશ પટેલ, માન. મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા માનનિય જનીભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.