– ભારતની નંબર 1 ટીવી બ્રાંડ સેમસંગએ આજે દેશમાં પોતાના અલ્ટ્રા પ્રિમીયમ 2022 Neo QLED 8K અને Neo QLED ટીવી બજારમાં મુક્યા છે, જે અત્યંત નૈસર્ગિક પિક્ચર ગુણવત્તા અને તરબોળ સાઉન્ડ સ્પેસ પૂરો પાડે છે જે તમારી લિવીંગ સ્પેસને પ્રસ્થાપિત કરે છે.
નવી Neo QLED TV રેન્જની ડિઝાઇન એક ટીવી કરતા વધુ છે. તે ગેઇમ કોન્સોલ, વર્ચ્યુઅલ રમતમેદાન તેમજ તમારા ઘરને નિયંત્રિત કરવા માટે સ્માર્ટ હબ અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે તમારો યોગ્ય ભાગીદાર બની શકે છે.
નવી Neo QLED શ્રેણી ક્વોન્ટમ મેટીર્કસ ટેકનોલોજી પ્રો સાથે આવે છે જે ક્વોન્ટમ મિનીટી LEDથી સજ્જ છે, જે રેગ્યુલર LED કરતા 40 ગણા નાની છે. તે ડિસ્પ્લેની તેજસ્વીતાના વધુ ચોક્કસ નિયંત્રણ માટે ઉન્નત લ્યુમિનેન્સ સ્કેલ પ્રદાન કરે છે. શેઇપ એડેપ્ટીવ લાઇટ કંટ્રોલ ચિત્રમાંની વિવિધ વસ્તુઓનું ચોક્કસ વિશ્લેષણ કરે છે અને જરૂરિયાત મુજબ લાઇટને નિયંત્રિત કરે છે.
Neo QLED 8K વાસ્તવિક ઊંડાઈ વધારનાર ન્યુરલ ક્વોન્ટમ પ્રોસેસર 8K દ્વારા સંચાલિત છે જે AI આધારિત ડીપ લર્નિંગની મદદથી ત્રિ-પરિમાણીય ઊંડાઈ બનાવવા માટે વસ્તુઓને નિર્ધારિત કરે છે અને વધારે છે.
નિહાળવાના વિસ્તરિત અનુભવ માટે, Neo QLEDમાં EyeComfort મોડ છે જે બિલ્ટ-ઇન સેન્સર્સના આધારે સ્ક્રીનની બ્રાઇટનેસ અને ટોનને આપમેળે ગોઠવે છે. આજુબાજુના પ્રકાશમાં ફેરફાર થતાં, સ્ક્રીન ધીમે ધીમે પ્રકાશનું પ્રમાણ ઘટાડશે અને તે મુજબ વાદળી પ્રકાશના સ્તરોને સમાયોજિત કરીને, ગરમ ટોન પ્રદાન કરશે.
અત્યાધુનિક Neo QLED 8K લાઇન-અપ, 65-ઇંચથી 85-ઇંચ સુધીની સ્ક્રીનના કદ સાથે ત્રણ શ્રેણીનો સમાવેશ કરશે. Neo QLED ટીવી 50-ઇંચથી લઈને 85-ઇંચ સુધીના વિશાળ સ્ક્રીનના કદ સાથે ત્રણ શ્રેણીમાં પણ ઉપલબ્ધ હશે. Neo QLED ટીવીની નવી શ્રેણી તમામ અગ્રણી રિટેલ સ્ટોર્સ અને ફ્લિપકાર્ટ અને એમેઝોન પર તેમજ સેમસંગના માન્ય ઓનલાઈન સ્ટોર સેમસંગ શોપ પર ઉપલબ્ધ હશે.
મર્યાદિત સમયગાળાની ઓફર તરીકે, 19-30 એપ્રિલ, 2022 વચ્ચે Neo QLED 8K ટીવી ખરીદનારા ગ્રાહકોને રૂ. 1,49,900 ની કિંમતનો સેમસંગ સાઉન્ડબાર (HW-Q990B), રૂ 8,900ની કિંમતના સ્લિમફિટ કેમ સાથે મફતમાં મળશે. Neo QLED ટીવી ખરીદનારા ગ્રાહકોને તેમની ખરીદી સાથે INR 8,900ની કિંમતનો સ્લિમફિટ કેમ મળશે. જે ઉપભોક્તાઓએ Neo QLED 8K અને Neo QLED ટીવીને પૂર્વ-આરક્ષિત કર્યા હોય તેઓ અનુક્રમે રૂ. 10,000 અને રૂ. 5,000 નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
“સેમસંગ ખાતે, અમે અમારા ગ્રાહકોની વિકસિત જીવનશૈલીને પૂરક બનાવવા માટે ટેલિવિઝનની ભૂમિકાને સતત ઉચ્ચ સ્તરે લઈ રહ્યા છીએ. તેના મૂળમાં, અદભૂત 2022 Neo QLED ટીવી શ્રેણી આકર્ષક ચિત્ર અને અવાજની ગુણવત્તા પ્રદાન કરે છે. અને આટલું જ નહીં, તે સામગ્રી જોવા, કામ કરવા, રમવા, અન્ય ઉપકરણોને નિયંત્રિત કરવા અને તમારા પ્રિયજનો સાથે જોડાવા કસ્ટમાઇઝ અને વ્યક્તિગત અનુભવ પણ આપે છે. અલ્ટ્રા-લાર્જ સ્ક્રીન, 8K રિઝોલ્યુશન અને નેક્સ્ટ-લેવલ ઇમેજ અને સાઉન્ડ ક્વોલિટી લાવી, અમને વિશ્વાસ છે કે Neo QLED ટીવી ભારતમાં પ્રીમિયમ ટીવી માર્કેટમાં અમારું નેતૃત્વ મજબૂત કરશે,” એમ સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંઘએ જણાવ્યું હતું.
Neo QLED ટીવીની નવીનતમ શ્રેણી બિલ્ટ-ઇન IoT હબથી સજ્જ છે જે ગ્રાહકોને તેમના ઘરને માત્ર એક ટીવી વડે સ્માર્ટ રીતે નિયંત્રિત કરવા સક્ષમ બનાવે છે. તે તમને તમારા ઘરનાં તમામ ઉપકરણો, તૃતીય પક્ષનાં ઉપકરણોને પણ તપાસવા દે છે. ગ્રાહકો વધુ ઉપયોગમાં સરળ સ્લિમફિટ કેમ (ટીવી વેબકેમ) સાથે મોટી ટીવી સ્ક્રીન પર વિડિયો કૉલિંગ અથવા વેબ કોન્ફરન્સનો આનંદ માણી શકે છે જે ટીવીની ડિઝાઇન અથવા જોવાના અનુભવ સાથે સમાધાન કર્યા વિના જોડી શકાય છે. સ્માર્ટ હબ સુવિધા એક નવું વપરાશકર્તા ઈન્ટરફેસ પૂરું પાડે છે જે સ્માર્ટ અનુભવના દરેક પાસાને નેવિગેટ કરવા માટે સરળ હોમ સ્ક્રીનમાં લાવે છે. સેમસંગ ટીવી પ્લસના ભાગરૂપે કન્ટેન્ટ જોવાનો શ્રેષ્ઠ અનુભવ, વ્યક્તિગત ભલામણો અને 45+ મફત ભારતીય અને વૈશ્વિક ટીવી ચેનલો ગ્રાહકો માટે રિફ્રેશ કરેલ Neo QLED ટીવી શ્રેણીને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.
સેમસંગની સિગ્નેચર ઇન્ફિનિટી વન ડિઝાઇન પાતળી અને આકર્ષક દેખાવ પ્રદાન કરે છે, જે ટીવીને જમીનની ઉપર તરતી હોય તેમ દેખાય છે. 2022 Samsung Neo QLED 8K એ 90W 6.2.4 ચેનલ ઑડિયો સિસ્ટમ સાથે ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે પણ બનાવવામાં આવ્યું છે જેમાં 3D સરાઉન્ડ સાઉન્ડ હોમ થિયેટર અનુભવ માટે Q-Symphony અને ઑબ્જેક્ટ ટ્રેકિંગ સાઉન્ડ પ્રો (OTS Pro) છે.
2022 Neo QLED ટીવી લાઇન-અપને પણ સરળ, ઇમર્સિવ, અલ્ટ્રા-વાઇડ અને લેગ-ફ્રી ગેમિંગ અનુભવ માટે Motion Xcelerator Turbo Pro (HdMI 2.1 પોર્ટ સાથે 144Hz VRR સુધી) સાથે ઉત્સુક ગેમર્સના અનુભવને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. નવા ટીવી લાઇન-અપમાં નવી ગેમ બાર પણ છે જે ગેમર્સને તેના ઝૂમ-ઇન મોડ અને અલ્ટ્રા વાઇડ વ્યૂ (32:9) અને ઘણું બધા સાથે સરળતાથી રમત સેટિંગ્સને ઑપ્ટિમાઇઝ કરવાની મંજૂરી આપે છે.
સેમસંગ તેના ઉત્પાદનો અને તેના ઇકો-પેકેજિંગ પહેલ દ્વારા પર્યાવરણને બચાવવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ઉપરાંત, નવીનતમ સોલરસેલ રિમોટ હવે સંપૂર્ણપણે બેટરી-મુક્ત છે અને હવે તમારા ઘરની અંદરના પ્રકાશ દ્વારા ચાર્જ કરી શકાય છે.
કિંમત અને ઉપલબ્ધતા
Neo QLED 8K ટીવી QN900B (85-ઇંચ), QN800B (65- અને 75-ઇંચ), QN700B (65-ઇંચ) મોડલમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત રૂ. 3,24,990થી શરૂ થશે. Neo QLED ટીવી QN95B (55-, 65-ઇંચ), QN90B (85-, 75-, 65-, 55-, 50-ઇંચ), QN85B (55-, 65-ઇંચ) મોડલની કિંમત રૂ. 1,14,990 થી શરૂ થશે. આ ટીવી સેમસંગના અધિકૃત ઓનલાઈન સ્ટોર સેમસંગ શોપ સહિત તમામ સેમસંગ રિટેલ સ્ટોર્સ, અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.
વોરંટી
Neo QLED ટીવી ખરીદનારા ગ્રાહકોને 10-વર્ષની સ્ક્રીન બર્ન-ઇન વોરંટી આપવામાં આવશે.
સેમસંગના Neo QLED ટેલિવિઝન
2022 લાઇન અપ સાથે, સેમસંગ ડિઝાઇન અને પ્રીમિયમ સુવિધાઓના સંપૂર્ણ મિશ્રણ સાથે જોવાના આખરી અનુભવ માટે તેના Neo QLED ટેલિવિઝન રજૂ કરે છે. Neo QLED શક્તિશાળી ન્યુરલ ક્વોન્ટમ પ્રોસેસર 8K અને વાસ્તવિક ઊંડાણ વધારનાર સાથે અત્યાધુનિક ક્વોન્ટમ મેટ્રિક્સ ટેકનોલોજી પ્રો સાથે આવે છે. સેમસંગના 2022 Neo QLED ટીવી વધુ સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ ફીચર્સ અને યુઝર ઈન્ટરફેસથી સજ્જ છે, જે સેમસંગ ટીવીને કન્ટેન્ટ જોવા, ઉપકરણોને નિયંત્રિત કરવા, ગેમ રમવા, વર્કઆઉટ અને ઘણા અન્ય કામ માટે કેન્દ્રીય હબ બનવાની મંજૂરી આપે છે.
સ્માર્ટ, વધુ સ્માર્ટ અને સ્માર્ટેસ્ટ: 2022 Neo QLED માટે શ્રેષ્ઠતા ઓછી છે
સ્માર્ટ હબ
સેમસંગનું 2022 Neo QLED TV એ અમર્યાદિત મનોરંજન માટેની વન સ્ટોપ શોપ છે. ટેલિવિઝનની નવી શ્રેણી એક સ્ક્રીનમાં તમામ સામગ્રી, સ્માર્ટ સુવિધાઓ અને સેટિંગ્સ સાથે નવીનીકૃત હોમ સ્ક્રીન સાથે આવે છે. સેમસંગ ટીવી પ્લસ સુવિધા સબ્સ્ક્રિપ્શનની મુશ્કેલીને દૂર કરે છે કારણ કે તે વપરાશકર્તાઓને મનોરંજન, સમાચાર, રમતગમત અને વધુની દૈનિક માત્રા માટે 45+ મફત સ્થાનિક અને વૈશ્વિક ટીવી ચેનલોનો આનંદ માણવાની મંજૂરી આપે છે.
ગેમરનું સ્વર્ગ
ટેલિવિઝનની સેમસંગ Neo QLED શ્રેણી ટેલિવિઝન કરતાં માત્ર વધુ છે; તે દરેક ગેમરનું સ્વપ્ન છે. 2022 નીઓ QLED રેન્જ ખેલાડીઓને એક ક્ષણ પણ પાછળ પડ્યા વિના સરળ અને પ્રવાહી ગતિ કરવાની મંજૂરી આપે છે. ગેમ બાર ખેલાડીઓને ગેમિંગ સ્ટેટસ મોનિટર કરવાની અને ગેમ સેટિંગ્સને સરળતાથી ઑપ્ટિમાઇઝ કરવાની મંજૂરી આપે છે. ઉપરાંત, ઝૂમ-ઇન મોડ અને અલ્ટ્રા-વાઇડ વ્યૂ સાથે હવે કોઈ બ્લાઇન્ડ સ્પોટ નથી. આ બધું શક્ય છે મોશન એક્સેલેરેટર ટર્બો પ્રો જે Neo QLED ને રમનારાઓ માટે આવશ્યક બનાવે છે.
Neo QLED વડે અન્ય ઉપકરણોને નિયંત્રિત કરો
2022 Samsung Neo QLED અન્ય સ્માર્ટ ફીચર્સ સાથે આવે છે જેમ કે બિલ્ટ-ઇન હોમ IoT જે તમને ટીવી વડે તમારા ઘરને વધુ સ્માર્ટ રીતે નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. સ્લિમ ફિટ કેમ સાથે વિડિયો કૉલિંગ, મલ્ટિપલ વૉઇસ આસિસ્ટન્ટ, એક જ સમયે ટીવી અને સ્માર્ટફોન બંને કન્ટેન્ટનો આનંદ માણવા માટે મલ્ટિ-વ્યૂ એ અન્ય સુવિધાઓ છે જે તેને શહેરનું સૌથી સ્માર્ટ ટીવી બનાવે છે.
ડિઝાઇન: સ્માર્ટ ડિઝાઇન માટે ન્યૂનતમ અભિગમ
સેમસંગનું 2022 Neo QLED ઇન્ફિનિટી સ્ક્રીન, ઇન્ફિનિટી વન ડિઝાઇન અને અટેચેબલ સ્લિમ વન કનેક્ટથી સજ્જ છે. આ સ્માર્ટ ફીચર્સ ટેલિવિઝનને કોઈ કેબલ કટર વિના સ્લિમ અને સ્લીક ડિઝાઈનની મંજૂરી આપે છે. આ ઉપરાંત, ઇજનેરોએ Neo QLEDs માટે ન્યૂનતમ ડિઝાઇન રાખી છે અને તમારી જગ્યાને સંપૂર્ણ રીતે સુધારવા માટે વિચલિત બ્લેક બેઝેલ વિના સ્પષ્ટ ચિત્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉત્પાદક ઇકો-ફ્રેન્ડલી સોલર સેલ રિમોટ લઇ આવ્યા છે જે રૂમની લાઇટિંગથી ચાર્જ કરે છે. આ રિમોટ એક હાથથી સરળ કામગીરી માટે ન્યૂનતમ કી સાથે આવે છે તેમજ વૉઇસ કંટ્રોલ કમાન્ડ, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, સેમસંગ ટીવી પ્લસ અને ડિઝની+ હોટસ્ટાર માટે સમર્પિત કી ધરાવે છે.
શુદ્ધ ચિત્ર ગુણવત્તા સાથે જોવાનો વિસ્તરિત અનુભવ
ક્વોન્ટમ મેટ્રિક્સ ટેકનોલોજી પ્રો
Neo QLED ટીવીની નવી શ્રેણીમાં ક્વોન્ટમ મેટ્રિક્સ ટેક્નોલોજી પ્રો (ક્વોન્ટમ મિની LED સાથે) અને ઉન્નત કોન્ટ્રાસ્ટ સાથે વધુ તીક્ષ્ણ વિગતો માટે શેપ એડેપ્ટિવ લાઇટ કંટ્રોલ છે. સામાન્ય એલઇડીના 1/40મા કદ સાથે, ક્વોન્ટમ મિની એલઇડી રંગો અને સૌથી ઊંડા બ્લેક સાથે શ્રેષ્ઠ તેજને સક્ષમ કરે છે અને ચિત્રમાં બ્લૂમીંગ ઘટાડે છે. શેઇપ એડેપ્ટીવ લાઇટ કંટ્રોલ ચિત્રમાંના વિવિધ પદાર્થોનું ચોક્કસ વિશ્લેષણ કરે છે અને તે મુજબ લાઇટને નિયંત્રિત કરે છે જે અંતરાયમુ્ક્ત જોવાનો અનુભવ આપે છે.
રિયલ ડેપ્થ એન્હાન્સર સાથે ન્યુરલ ક્વોન્ટમ પ્રોસેસર 8K
સૌથી અદ્યતન પ્રોસેસર અને તેની સામગ્રીને 8K અને 4K ગુણવત્તા સુધી અપસ્કેલ કરવાની ક્ષમતા સાથે સજ્જ, 2022 Neo QLED રેન્જ તમે AI આધારિત ડીપ લર્નિંગ સાથે જુઓ છો તે દરેક બાબતમાં સ્પષ્ટતા અને ઊંડાણ પ્રદાન કરે છે.
આઇ કમ્ફર્ટ મોડ
‘ઉન્નત‘ જોવાના અનુભવ સાથે Neo QLEDના ઉત્પાદકે ગ્રાહકોના ‘સુખદ‘ જોવાના અનુભવ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ન્યુરલ ક્વોન્ટમ પ્રોસેસર ચિત્રને ઑપ્ટિમાઇઝ કરે છે, તેજ અને રંગના તાપમાનને ટ્યુન કરે છે જે આંખના આરામ માટે વાદળી પ્રકાશને આપમેળે ઘટાડે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે.
ડોલ્બી એટમોસ ગ્રાહકોને સિનેમેટિક જોવાનો અનુભવ લાવવા માટે નિર્માતાઓએ Samsung Neo QLEDની સાઉન્ડ સિસ્ટમ સક્ષમ કરી છે જે ખરેખર તરબોળ અને વાસ્તવિક ઑડિયો અનુભવો બનાવી શકે છે. ગ્રાહકો હવે અપ્રતિમ 3D સરાઉન્ડ સાઉન્ડ સાથે અદભૂત ડોલ્બી એટમોસ અનુભવ માણી શકે છે..