અમદાવાદ : સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બૅન્ક અને ભારતમાં સૌથી ઝડપથી વિકસતી રિટેલ બેંકોમાંની એક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આજે ગુજરાતમાં તેની હાજરી વધુ વિસ્તારી છે. બેંકે અમદાવાદમાં બે નવી શાખાઓ શરૂ કરી છે, એક શાહીબાગમાં અને એક દક્ષિણ બોપલમાં. આ શાખાઓ સાથે, એયુ બૅન્ક પાસે હવે સમગ્ર રાજ્યમાં 139 બેંકિંગ ટચપોઇન્ટ છે.
શાહીબાગ શાખાનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન ગુજરાત ઓલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ના ચેરમેન, શ્રી ઘનશ્યામ અમીન દ્વારા ગુજરાત ઓલ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સીઈઓ, શ્રી દુષ્યંતસિંહ વાઘેલા અને અમદાવાદ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ ચેરમેન, હેમંતસિંહ ઝાલા જેવી અગ્રણી વ્યક્તિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. એ જ રીતે, દક્ષિણ બોપલ ખાતે આવેલી શાખાનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન અને આંતરરાષ્ટ્રીય રોકાણકાર શ્રી અમોલ શેઠ દ્વારા સિગ્ઝેન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ શ્રી ચિરાગ પાઓલિયા અને શ્રી સંદીપ મકવાણાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ગુજરાત એ ભારતના સૌથી વધુ ઔદ્યોગિક અને શહેરીકૃત રાજ્યોમાંનું એક છે અને એયુ બૅન્ક 2009થી રાજ્યમાં નાણાકીય સમાવેશનું ચક્ર ચલાવી રહી છે. ગુજરાતમાં એયુ બૅન્કના ટચપોઇન્ટ્સની વધતી જતી સંખ્યા સાથે આ શાખાઓ થાપણદારોને ઊંચા વ્યાજ દર અને એયુ બૅન્કની સમર્પિત સેવાનો લાભ મેળવવા માટે એક માર્ગ પ્રદાન કરશે. હાલમાં, એયુ બૅન્કની એકંદર થાપણોમાં ગુજરાતનો ફાળો લગભગ 6.25% ની આસપાસ છે અને બ્રન્કે તેના ધિરાણના 9.20% ગુજરાતમાં જમા કરાવ્યા છે. ગુજરાતના લગભગ 2.16 લાખ થાપણદારોએ એયુ બૅન્કમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એયુ બૅન્કના કુલ થાપણ આધારમાં ગુજરાતને 6ઠ્ઠું સૌથી મોટું યોગદાન આપનાર બનાવ્યું છે.
આ પ્રસંગે એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બોલતા શ્રી ઉત્તમ ટિબ્રેવાલે જણાવ્યું હતું કે, “એયુ રિટેલ કેન્દ્રિત અને ગ્રાહક કેન્દ્રિત સંસ્થા હોવાનો 27થી વધુ વર્ષનો વારસો ધરાવે છે અને અમે શ્રેષ્ઠ કક્ષાની સેવાઓ પ્રદાન કરવામાં હંમેશા મોખરે છીએ. ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બૅન્ક તરીકે અમે અમારા ગ્રાહકોના દરેક વર્ગને તેમની જરૂરિયાત મુજબના સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે અમારી વ્યૂહરચનાઓને કાળજીપૂર્વક ઘડવા માટે ચપળ રહ્યા છીએ. આજે, અમારી શાખાઓના વિસ્તરણ સાથે અમે પશ્ચિમ ભારતની ઝવેરાતની રાજધાનીમાં વધુ ગ્રાહકોને અમારી વિભિન્ન સેવાઓ પ્રદાન કરવા માટે ઉત્સાહિત છીએ.”
એયુ બૅન્ક પોતાના પ્રકારની એક બૅન્ક તરીકે ઉભરી આવી છે કારણ કે તેણે ગ્રાહકોની જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનો અને સેવાઓ ડિઝાઇન કરી છે. બચત ખાતા પર માસિક વ્યાજ ચૂકવણી, ‘નો હોમ બ્રાન્ચ’નો ખ્યાલ અને રોકડ ડિપોઝિટ અથવા ઉપાડની સ્લિપ ભરવાની કોઈ આવશ્યકતા નહિ જેવી પહેલોએ બૅન્કને ગ્રાહક કેન્દ્રિત બૅન્ક તરીકે સ્થાપિત કરી છે. બેંકિંગની પહોંચ વધારવા માટે, એયુ બૅન્કે કેટલાક ઉદ્યોગમાં પ્રથમ ડિજિટલ બેંકિંગ પહેલનું નેતૃત્વ કર્યું છે. બૅન્ક વોટ્સઅપ દ્વારા બચત ખાતું ખોલી રહી છે; કરંટ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ સહિત તમામ ડિપોઝિટ એકાઉન્ટની સુવિધાઓ ટેબ્લેટ પર ડિજિટલ રીતે ઓફર કરે છે અને ટુ-વ્હીલર પર લોન મેળવવા માંગતા લોકો માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ સફર પૂરી પાડે છે. વધુમાં, એયુ બૅન્ક અત્યાર સુધી ક્રેડિટ કાર્ડ્સ લોન્ચ કરનાર પ્રથમ અને એકમાત્ર સ્મોલ ફાઇનાન્સ બૅન્ક છે. AU 0101 ડિજિટલ બેન્કિંગ એપ પર વિડિયો બેન્કિંગની શરૂઆત સાથે તેણે ઘરેથી બેન્કિંગ ઓફર કરીને બેન્કિંગને વધુ સરળ બનાવ્યું છે.