ઘણા સમયથી ફેસબુક યુઝર્સ ફરિયાદ કરી રહ્યા હતા કે તેમના ડેટા સુરક્ષિત નથી તે લીક થઇ રહ્યા છે. આ વાત પર ઝુકરબર્ગ કંઇ કહી રહ્યા નહોતા પરંતુ હવે ઝુકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારી છે. બે આરબ ફેસબુક યુઝર્સની ઝુકરબર્ગે માફી માંગી છે. સાથે જ તેણે કહ્યું છે કે હવે ફેસબુક સુરક્ષા મામલે કોઇ નવો પ્લાન બનાવશે.
કેટલાક ફેસબુક યુઝર્સ ડેટા લીક થવાની બાબતથી ખૂબ નારાજ છે અને ટ્વિટરના માધ્યમથી ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાની વાત કરી રહ્યા છે. જે ટ્વિટ વાંચીને ઝુકરબર્ગે કહ્યું કે ફેસબુક તેના દ્વારા ચાલુ કરવામાં આવ્યુ છે, તેનાથી જોડાયેલી દરેક બાબત માટે જવાબદાર તે પોતે જ છે. દરેક યુઝર્સના ડેટા સાચવવાની જવાબદારી ઝુકરબર્ગની છે અને જો તે સાચવવામાં તે નાકામ રહ્યો છે તો તેનું માનવું છે કે તે લોકોની સેવાને લાયક નથી.
શું છે સંપૂર્ણ મામલો ?
ફેસબુક અનુસાર એક વિશ્ર્લેષક દ્વારા 27000 લોકો પાસે એક સર્વે માટેની ડિટેઇલ્સ ફિલ કરાવવામાં આવી હતી અને ઝુકરબર્ગના મિત્રો પાસે પણ આ સર્વે પહોંચ્યો હતો. ત્યારબાદ આ દરેક જાણકારી કેમ્બ્રિજ એનાલિટીકાને આપી દેવામાં આવી હતી જે ફેસબૂકના નિયમ વિરુદ્ધ છે. આ સર્વે ઉપર ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે આ ડેટાનું શું થયું ?
આ મામલે ઝુકરબર્ગે સામે આવીને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે હવે ફેસબૂક યુઝર્સના ડેટા સુરક્ષિત રહે તે માટે વધારે ધ્યાન રાખવામાં આવશે.