વર્ક ફ્રોમ હોમ, સ્ટે એટ હોમ નવો નિયમ બની ગયા છે ત્યારે ઈનડોર હવાની ગુણવત્તા બહેતર હોય તે માટે જરૂરત વધી ગઈ છે. આ ધ્યાનમાં લેતાં એર કંડિશનર્સ ઉત્પાદનમાં 60 વર્ષની નિપુણતા સાથેની અગ્રણી ડાઈવર્સિફાઈડ ટેકનોલોજી કંપની પેનાસોનિક ઈન્ડિયાએ તેમની પ્રોડક્ટોમાં ઈનોવેટિવ ટેકનોલોજીઝ રજૂ કરી છે, જેમ કે, nanoe™ X અને nanoe-G. nanoe™ X અને nanoe-G ટેકનોલોજીઝ આરોગ્યવર્ધક એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)ની ખાતરી રાખે છે અને હવામાં અને સપાટીઓમાં રહેતા જીવાણુ અને વાઈરસોને રોકે છે. ઉપરાંત એસી કંપનીની ઈન-હાઉસ આર્ટિફિશિયલ (AI) અને IoT મંચ Miraie સાથે આવે છે, જે ગ્રાહકો માટે કનેક્ટેડ લિવિંગ અનુભવની ખાતરી રાખે છે. ફાઈવ-સ્ટાર ઈન્વર્ટર nanoe™X એસીની લાઈન-અપ 1 ટન અને 1.5 ટનમાં મળશે. (CS/CU-HU18XKYF) કિંમત INR 69,900 છે. ભારતીય ગ્રાહકો ગુજરાતમાં મુખ્ય રિટેઈલ આઉટલેટ્સમાં પેનાસોનિક એસીની શ્રેણી અનુભવી શકે છે, જેમ કે, સેલ્સ કોર્નર (બરોડા), ઉષા ઈલેક્ટ્રો (સાઉથ ગુજરાત), સંકેત ઈન્ડિયા (આણંદ), રમેશ કોર્પોરેશન (અમદાવાદ), સેલ્સ ઈન્ડિયા (અમદાવાદ), વિજય સેલ્સ, રિલાયન્સ, ક્રોમા તેમ જ બધાં મુખ્ય ઓનલાઈન પોર્ટલો, જેમ કે, એમેઝોન ફ્લિપકાર્ટ અને પેનાસોનિક બ્રાન્ડ્સના સ્ટોર્સમાં તે મળી શકશે.
કંપનીની આરોગ્યવર્ધક ઘરો પ્રત્યે કટિબદ્ધ વિશે બોલતાં પેનાસોનિક ઈન્ડિયાના એર કંડિશનર્સ ગ્રુપના બિઝનેસ હેડ ગૌરવ સાહે જણાવ્યું હતું કે,“આજે ગ્રાહકો ઘરમાં બહેતર સુરક્ષા જોઈ રહ્યા છે, કારણ કે તેમનું જીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે અને આ ધ્યાનમાં રાખતાં અમે આરોગ્યવર્ધક ઘરો માટે એસી તૈયાર કર્યાં છે. પેનાસોનિક એસી ભીતરની હવાના સ્વચ્છ અને ડિયોડરાઈઝ કરવા માટે nanoeTM ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે જીવાણુ અને વાઈરસની વૃદ્ધિ રોકવા સાથે 99 ટકા પીએમ 2.5 કણો દૂર કરે છે, જેથી અમારા ગ્રાહકો બહેતર ઈનડોર એર ક્વોલિટી માણવા માટે સશક્ત બને છે. Miraie – પેનાસોનિકનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને IoT મંચ કનેક્ટેડ અને આરામદાયક જીવનના અનુભવને ખાતરી રાખે છે. મને એસી માટે મિરાઈ સ્માર્ટ એપ એક લાખથી વધુ ડાઉનલોડ્સ બતાવે છે તે જણાવતાં મને ખુશી થાય છે, જે અમારા ગ્રાહકો એક છત હેઠળ આરામ, કનેક્ટિવિટી અને સુરક્ષાનો આસાન અનુભવ આપવા માટે અમારી પસંદગી કરતા હોવાનો દાખલો છે. આ વિશિષ્ટતા દર્શાવતી એસી માટેની અમારી નવી માર્કેટિંગ કેમ્પેઈન અમારાં બધાં મંચો પર લાઈવ છે.”
“ઉચ્ચ ઈન્વર્ટર એસી સેલ્સનો લાભ લેતાં પેનાસોનિક ઈન્ડિયાના એસી વિભાગે નાણાકીય વર્ષ 2021માં લગભગ 45 ટકાની આકર્ષક વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી. એકંદર એસી વેપારમાં 45 ટકાથી વધુ યોગદાન આપીને પેનાસોનિક ઈન્ડિયા માટે વેસ્ટર્ન ઈન્ડિયા (ગુજરાત અને મહારાષ્ટ્ર) મુખ્ય વૃદ્ધિના પ્રદેશમાંથી એક છે. કન્ઝ્યુમર ઈનસાઈટ્સ અનુસાર વેસ્ટર્ન ઈન્ડિયામાં ગ્રાહકોને વાયુની નબળી ગુણવત્તાની ચિંતા છે અને પેનાસોનિક એસી અંતર્ગત વાયુ શુદ્ધિકરણ પ્રણાલી થકી આ સમસ્યાને પહોંચી વળે છે, જે અસલ સમયમાં હોમ એક્યુઆઈ સુધારે છે. તમે મિરાઈ એપ પર તે ટ્રેક કરી શકો છો,” એમ સાહે ઉમેર્યું હતું.
nanoe-G ટેકનોલોજી આયોનાઈઝર ટેકનોલોજીના સિદ્ધાંત પર કામ કરે છે, જ્યારે nanoe™ X ટેકનોલોજી ઈનડોર એરમાં મોજૂદ અદ્રષ્ટિગોચર નમી ભેગી કરે છે અને પાણીમાં મોજૂદ હાઈડ્રોક્સિલ રેડિકલ્સ પેદા કરવા માટે હાઈ વોલ્ટેજ લાગુ કરે છે. હાઈડ્રોક્સિલ રેડિકલ્સ નિસર્ગના ડિટરજન્ટ તરીકે પણ ઓળખાય છે, જે પ્રદૂષકોની વૃદ્ધિ રોકે છે અને ઈનડોર ઘરના વાતાવરણને પ્રદૂષિત કરતા જીવાણુઓ અને વાઈરસને રોકે છે. તૃતીય પાર્ટીના અહેવાલો અનુસાર પેનાસોનિક એસી જાપાન, હોંગ કોંગ અને વિયેટનામમાં તેમની પથદર્શક ટેકનોલોજી માટે અગ્રણી બ્રાન્ડ છે. પેનાસોનિક એર કંડિશનર્સમાં બહુકામગીરીની વિશિષ્ટતાઓ કૂલિંગ, કમ્ફર્ટ, કનેક્ટિવિટી અને સેફ્ટી એક પેકેજમાં આપવા માટે તૈયાર કરાયાં છે.