સોની સ્પોર્ટસ નેટવર્ક અત્યંત રોમાંચક ડબ્લ્યુડબ્લ્યુઈ એકશનના 5 દિવસ સાથે ડબ્લ્યુડબ્લ્યુઈની સૌથી મોટી લાઈવ ઈવેન્ટ રેસલમેનિયા 38 માટે સુસજ્જ છે 

KhabarPatri News
By KhabarPatri News 7 Min Read

ડબ્લ્યુડબ્લ્યુઈની સૌથી મોટી લાઈવ ઈવેન્ટ રેસલમેનિયા 38 ત્રણ એપ્રિલ, 2022થી શરૂ થઈ રહી છે ત્યારે વિધિસર પ્રસારણ ભાગીદાર સોની સ્પોર્ટસ નેટવર્ક રાષ્ટ્રભરમાં ડબ્લ્યુડબ્લ્યુઈ ચાહકો માટે ઉચ્ચ કક્ષાનું મનોરંજન લાવવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. સુપરસ્ટારનાં દિલધડક જંગથી ભરચક સોની સ્પોર્ટસ નેટવર્કે વીકએન્ડ માટે લાઈવ ડબ્લ્યુડબ્લ્યુઈ શોની વ્યાપક લાઈન-અપ તૈયાર કરી છે. ડબ્લ્યુડબ્લ્યુઈ સ્મેકડાઉન, ડબ્લ્યુડબ્લ્યુઈ એનએક્સટી સ્ટેન્ડ એન્ડ ડિલિવર, ડબ્લ્યુડબ્લ્યુઈ રો અને ડબ્લ્યુડબ્લ્યુઈ એનએક્સટી સાથે ડબ્લ્યુડબ્લ્યુઈ રેસલમેનિયા 38 સોની ટેન 1 (ઈન્ગ્લિશ), સોની ટેન 3 (હિંદી) અને સોની ટેન 4 (તમિળ અને તેલુગુ) ચેનલો પર જીવંત પ્રસારણ કરાશે અને તેના ઓન-ડિમાન્ડ ઓટીટી પ્લેટફોર્મ સોનીલિવ પર લાઈવ સ્ટ્રીમ કરાશે.

રોમાંચક લાઈવ ડબ્લ્યુડબ્લ્યુઈ ઈવેન્ટ્સ ઉપરાંત રેસલમેનિયા વીકએન્ડ બહુપ્રતિક્ષિત ધ 2022 હોલ ઓફ ફેમ સેરિમની પણ બતાવશે, જેમાં 3 એપ્રિલ, 2022ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 6.00 વાગ્યાથી ધ અંડરટેકરનો પ્રવેશ થશે.

ડબ્લ્યુડબ્લ્યુઈની બે અત્યંત નોંધપાત્ર રાત્રિ માટે રોમાંચ નિર્માણ કરવા સોની સ્પોર્ટસ નેટવર્કે ધ બેટલ ફોર અલ્ટિમેટ સુપરસ્ટારડમ કેમ્પેઈન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈનનો ધબકાર રેસલમેનિયાની ભવ્યતા મઢી લેવાની છે, જે અદભુત 2 રાતની ઈવેન્ટમાં સૌથી મોટી લડાઈઓ જોવા મળશે અને ઉત્તમ સુપરસ્ટાર અલ્ટિમેટ સુપરસ્ટારડમનો જંગ લડશે. સંદેશવ્યવહાર એ સૂચવે છે કે રેસલમેનિયા સન્માન કે ટાઈટલ પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાર જાય છે અને ઉત્કૃષ્ટ સ્ટારડમ બતાવે છે.

ડબ્લ્યુડબ્લ્યુઈ રેસલમેનિયાની 38મી આવૃત્તિમાં ચાહકો તેના સ્ટાર-સ્ટડેડ મેચ- કાર્ડસ સાથે જકડાઈ રહેશે. ડબ્લ્યુડબ્લ્યુઈની સૌથી મોટી અને જૂની ઈવેન્ટમાં હેડ ઓફ ધ ટેબલ- રોમન રેઈન્સ અને બ્રોક લેસ્નારિન અનુક્રમે તેમની યુનિવર્સલ ચેમ્પિયનશિપ અને ડબ્લ્યુડબ્લ્યુઈ ચેમ્પિયનશિપન દાવ પર રાખીને તેમની વિનર ટેક્સ ઓલ મેચ સાથે મુખ્ય ઈવેન્ટમાં જોવા મળશે. આ અવ્વલ ઈવેન્ટમાં સ્ટોન કોલ્ડ સ્ટીવ ઓસ્ટિનનું કેવિન ઓવન્સ શોમાં બહુપ્રતિક્ષિત કમબેક જોવા મળશે. પૃથ્વી પરની સૌથી બેડ મહિલા રોંડા રાઉઝી ટાઈટલ મેચમાં સ્મેકડાઉન વુમન્સ ચેમ્પિયન ચાર્લોટ પ્લેરને પડકારશે. ઈજાઓ અને ફ્રેક્ચર્સના ઈતિહાસ પછી રો વુમન્સ ચેમ્પિયન બિગ ટાઈમ બેક્સ- બેકી લિન્ચ બિયાન્કા બિલેર સામે રેખા પર તેનું ટાઈટલ પાછું મૂકશે. મેચ કાર્ડમાં રો ટેગ ટીમ ચેમ્પિયન્સ- આર કે બ્રો અને આલ્ફા એકેડેમી સામે ધ સ્ટ્રીટ પ્રોફિટ્સની ટ્રિપલ થ્રેટ મેચ પણ રહેશે.

વુમન્સ ટેગ ટીમ ચેમ્પિયન્સ ક્વીન ઝેલિના અને કાર્મેલા સશા બેન્ક્સ અને નાઓમી, રિયા રિપ્લે અને લિવ મોર્ગન અને નતાલિયા અને શાયના બાસ્ઝલર સામે મેચમાં જોવા મળશે. પિતા- પુત્રની જોડી રે અને ડોમિનિક મિસ્ટેરિયા ધ મિઝ અને લોગન પોલનો સામનો કરશે. ઈવેન્ટમાં એનીથિંગ ગોઝ મેચમાં હોલીવૂડ સ્ટાર સામે સામી ઝેઈન જોવા મળશે. મેચ કાર્ડ એજ વિ. એજે સ્ટાઈલ્સ, પેટ મેકેફી વિ. ઓસ્ટિન થિયરી અને ડ્રયુ મેકકિન્ટાઈર વિ. હેપ્પી કોર્બિન વચ્ચે મેચ સાથે સ્મેક ડાઉન ટેગ ટીમ ચેમ્પિયન- ધ યુસોસ સામે શિન્સુકે નાકામુરા અને રિક બૂગ્સ વચ્ચે લડત જોવા મળશે.

રેસલમેનિયા પછી ડબ્લ્યુડબ્લ્યુઈ એક્સ્ટ્રા ધમાલની બાયા લાઈવ સ્પેશિયલ એડિશન હશે, જેમાં વિશેષ મહેમાનો, ભૂતપૂર્વ ડબ્લ્યુડબ્લ્યુઈ ચેમ્પિયન ડ્ર્યુ મેકિન્ટાયર પ્રથમ દિવસે અને ભૂતપૂર્વ રો વુમન્સ ચેમ્પિયન રિયા રિપ્લે બીજા દિવસે જોવા મળશે, જેઓ હોસ્ટ રિદ્ધિમા પાઠક સાથે ભારતીય સમય અનુસાર સવારે 9.00 વાગ્યાથી માણી શકાશે. ડબ્લ્યુડબ્લ્યુઈ સુપરસ્ટાર્સ ગ્રાન્ડ ઈવેન્ટના ભાગરૂપ રેસલમેનિયા થકી તેમના અનુભવોનું આદાનપ્રદાન, ઉચ્ચ રોમાંચક મેચો પર તેમની ઈનસાઈટ્સ અને આગળની રાહ વિશે પોતાના અનુભવો કહેતાં જોવા મળશે.

ડબ્લ્યુડબ્લ્યુઈ રેસલમેનિયા 38 માટે સ્ટાર-સ્ટડેડ મેચ કાર્ડસ ઉપરાંત સોની સ્પોર્ટસ નેટવર્કે 5- દિવસની ડબ્લ્યુડબ્લ્યુઈ કન્ટેન્ટ લાઈન-અપની ઘોષણા કરી છે, જેમાં ડબ્લ્યુડબ્લ્યુઈ સ્મેકડાઉનનું લાઈવ કવરેજ, ડબ્લ્યુડબ્લ્યુઈ એનએક્સટી સ્ટેન્ડ એન્ડ ડિલિવર, ડબ્લ્યુડબ્લ્યુઈ રો અને ડબ્લ્યુડબ્લ્યુઈ એનએક્સટીનો સમાવેશ થાય છે, જે 3 એપ્રિલ, 2022ના રોજ ભારતીય સમય મુજબ સાંજે 6.00 વાગ્યાથી 2022 હોલ ઓફ ફેમ સેરિમનીના પ્રસારણ સાથે જોવા જોઈ શકાશે અને એક્સ્ટ્રા ધમાલ શોનું સૂત્રસંચાલન એનએક્સટી સ્ટેન્ડ એન્ડ ડિલિવર પ્રીવ્યુ કરવા માટે રોહન ખુરાના દ્વારા કરાશે.

સોની પિક્ચર્સ નેટવર્સ ઈન્ડિયાના ડિસ્ટ્રિબ્યુશનના ચીફ રેવેન્યુ ઓફિસર અને સ્પોર્ટસ બિઝનેસના હેડ રાજેશ કૌલઃ

રેસલમેનિયા લગભગ ચાર દાયકાથી સૌથી મોટી લાઈવ ઈવેન્ટ છે અને દુનિયાભરના ફોલોઅરો પાસેથી ભરપૂર પ્રેમ અને ટેકો મળ્યા છે. ભારતમાં ડબ્લ્યુડબ્લ્યુઈ માટે લગાવ વર્ષોનાં વહાણાં વીતવા સાથે વધ્યો છે અને અજોડ અનુભવો સાથે ડબ્લ્યુડબ્લ્યુઈના રોમાંચ અને આકર્ષણ દર્શકોને પૂરું પાડવાનો અમારો પ્રયાસ છે. પહેલી વાર ભારતમાં દર્શખોને ત્રણ ચેનલ પર ચાર ભાષામાં રેસલમેનિયા લાઈવ જોવા મળશે. અમે પાંચ દિવસ માટે અમારા દર્શકો સાથે સહભાગી થવા અસમાંતર મનોરંજન પૂરું પાડવાની ખાતરી રાખવા માટે કોઈ કસર બાકી રાખવા માગતા નથી. ઝાકઝમાળભરી ઈવેન્ટ ચાહકોને આકર્ષવા સાથે જાહેરાતદાતાઓ માટે પણ સ્વર્ગ છે. અમને મનોરંજન, સંદેશવ્યવહાર અને એફએમસીજી ક્ષેત્રોમાં સ્પોન્સર્સ ધરાવવા માટે ખુશ છીએ.

જોતા રહો ડબ્લ્યુડબ્લ્યુઈ રેસલમેનિયા 38નું લાઈવ કવરેજ, સોની ટેન 1 (અંગ્રેજી), સોની ટેન 3 (હિંદી) અને સોની ટેન 4 (તમિળ અને તેલુગુ) 3જી અને 4થી એપ્રિલ, 2022ના રોજ સાંજે 5.30 વાગ્યાથી (ભારતીય સમય અનુસાર), જે પછી સોની ટેન 1, સોની ટેન 3 અને સોની ટેન 4 પર સવારે 9.00 વાગ્યાથી (ભારતીય સમય અનુસાર) એક્સ્ટ્રા ધમાલ અંગ્રેજીમાં.

DateTime (IST) Event Details (All events LIVE on SONY TEN 1, SONY TEN 3 & SONY TEN 4)
02/04/20225:30 AMWWE SmackDown
02/04/202210:00 PMWWE ExtraaaDhamaal NXT Stand & Deliver
02/04/202210:30PMWWE NXT Stand & Deliver
03/04/20223:30 AMLive WWE Specials WrestleMania 2022 Kickoff (Day 1)
03/04/20225:30 AMWWE WrestleMania Day 1
03/04/20229:00 amWWE ExtraaaDhamaal WrestleMania 38 Day 1
04/04/20223:30 AMLive WWE Specials WrestleMania 2022 Kickoff (Day 2)
04/04/20225:30 AMWWE WrestleMania 38 Day 2
04/04/20229:00 amWWE ExtraaaDhamaal WrestleMania 38 Day 2
05/04/20225:30 AMWWE Raw
06/04/20225:30 AMWWE NXT 2.0


Match Card
WWE Champion Brock Lesnar vs. Universal Champion Roman Reigns (Winner Take All Championship Unification)
SmackDown Women’s Champion Charlotte Flair vs. Ronda Rousey
Raw Women’s Champion Becky Lynch vs. Bianca Belair
“Stone Cold” Steve Austin to confront Kevin Owens on “The KO Show” at WrestleMania
Edge vs. AJ Styles
Johnny Knoxville vs. Sami Zayn (Anything Goes Match)
Rey & Dominik Mysterio vs. The Miz & Logan Paul
Women’s Tag Team Champions Queen Zelina& Carmella vs. Sasha Banks & Naomi vs. Rhea Ripley & Liv Morgan vs. Natalya & Shayna Baszler
Pat McAfee vs. Austin Theory
Drew McIntyre vs. Happy Corbin
SmackDown Tag Team Champion TheUsos vs. Shinsuke Nakamura & Rick Boogs
Raw Tag Team Champions RK-Bro vs. The Street Profits vs. Alpha Academy (Triple Threat Match)
Share This Article