‘રેસ’ સિરીઝ એ બોલિવુડની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ સિરીઝ છે. પહેલી ફિલ્મ રેસ આવ્યા બાદ બોલિવુડમાં ફિલ્મની સ્ટારીની વ્યાખ્યા બદલાઇ હતી. ત્યારબાદ રેસ-2 એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. રેસ-2 આવ્યા બાદ દર્શકો ઘણી જ આતુરતાથી રેસ-3ની રાહ જોઇ રહ્યાં હતા. રાહ જોવાનુ કારણ ફિલ્મની સિરીઝ તો છે જ પરંતુ રેસ-3માં બોલિવુડના ભાઇજાન સલમાન ખાન છે અટલે આ ફિલ્મ માટે અત્યારથી જ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ફિલ્મની પહેલી ઝલક તો સલમાન ખાને પોતાના ફેસબુક પેજ પર શેર કરી જ હતી પણ આજે ઓફિશયલી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. જેમાં ડેઇઝી શાહ ખૂબ જ બ્યૂટિફૂલ લાગી રહી છે. તેના હાથમાં ગન છે અને તેનો આ જ લૂક દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં મદદ કરશે.
ભાઇજાને પોસ્ટર ટ્વિટર પર મૂકીને ડેઇઝીનું ફિલ્મમાં શું નામ છે તે પણ કહી દીધું છે. સલમાને લખ્યુ છે કે સંજના ધડાકા કરવા માટે રેડી થઇ ગઇ છે. ફિલ્મમાં સલમાન ખાન અને ડેઇઝી શાહ સિવાય જેકલીન ફર્નાન્ડીઝ અને બોબી દેઓલ પણ જોવા મળશે. રેસ-3 સસપેન્સ થ્રિલર છે અને 15 જુને રિલીઝ થવાની છે.
ડેઇઝી શાહે પણ રેસ-3ની મેમરી પોતાના સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ જ ગોર્જીયસ લાગી રહી છે. તો બસ હવે ફક્ત રાહ છે ફિલ્મ રિલીઝ થવાની, રેસ-3 બોક્સઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાંખશે તેવું લાગી રહ્યું છે.