ગુજરાતી ફિલ્મ ‘21મું ટિફિન’ રિલીઝ થઈ ત્યારથી સતત ચર્ચામાં છે. રિલીઝ થતા પહેલા સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનીંગ, એવોર્ડઝ અને સ્ટેન્ડિંગ ઓવેશનથી ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલી હતી. તો રિલીઝ થયા બાદ થિયેટરમાં ગુજરાતી દર્શકોએ પણ આ ફિલ્મને જબરજસ્ત રીતે વધાવી છે. ‘પ્રેમજી- ધ રાઈઝ ઓફ વોરિયર’ ફિલ્મથી ફૂલ ફ્લેજમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં ડેબ્યુ કર્યા બાદ ‘21મું ટિફિન’ વિજયગિરી બાવાની સતત બીજી હિટ ફિલ્મ છે. ડિરેક્ટર વિજયગિરી બાવાની આ ફિલ્મે ઈન્ડસ્ટ્રી માટે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.
વિજયગિરી બાવાએ પોતાની પહેલી ફિલ્મથી જ દર્શાવ્યું હતું કે તેઓ ટિપિટલ કે ચીલાચાલું ટાઈપ ફિલ્મો બનાવવા માટે નથી આવ્યા, પરંતુ તેમને હંમેશા મજબૂત મેસેજ આપતી સ્ટોરી દર્શકો સુધી પહોંચાડવામાં રસ છે. તેમની આ જર્નીમાં ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ યુવા લેખક રામ મોરીનો સાથ મળ્યો. મહિલાઓલક્ષી વાર્તાઓથી લોકોના દિલ જીતી લેનાર રામ મોરીના જ પુસ્તક ‘મહોતું’ની એક વાર્તા ‘21મું ટિફિન’ પરથી બનેલી આ જ નામની ફિલ્મના ડાઈલોગ્સ અને સ્ક્રીન પ્લે પણ તેમણે જ લખ્યા છે. જુદી જુદી સિરિયલ અને મોન્ટુની બિટ્ટુ જેવી ફિલ્મ લખી ચૂકેલા રામે સાબિત કર્યું છે કે તે માત્ર પુસ્તક જ નહીં, કોઈ પણ પ્રકારના સર્જનમાં અસરકારક છે.
‘21મું ટિફિન’માં આવતા દ્રશ્યો, પાત્રોના ડાઈલોગ્સ, સ્ક્રીન પર સર્જાતી સિચ્યુએશન જો તમને છાતી સોંસરવી ઉતરી જતી હોય, તમારી અંદર કંઈક હલાવી દેતી હોય તો તેની પાછળ રામ મોરીનો મૂળ વિચાર, તેમના શબ્દો અને વિજયગિરી બાવાનું ઈમેજિનેશન અને એક્ઝિક્યુશન છે. વળી આમાં મેહુલ સુરતીના હ્રદયસ્પર્શી સંગીતે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. મહાલક્ષ્મી ઐયરના કંઠે ગવાયેલું ગીત ‘રાહ જુએ શણગાર અધૂરો’ આજે પણ દર્શકો ગણગણી રહ્યા છે.
વિજયગિરી, રામ અને મેહુલ સુરતીની ત્રિપુટીએ ભેગા મળીને સિલ્વર સ્ક્રીન પર એવો જાદુ સર્જ્યો છે, જેણે દર્શકોને એક ગૃહિણીની સ્થિતિથી પરિચિત કરાવ્યા સાથે જ જરાય આછકલાં થયા વિના ગુજરાતી ભાષાને સીધા જ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવી દીધું. આ માટે ગુજરાતી તરીકે આપણે ત્રણેયનો આભાર માનીએ તેટલો ઓછો છે.
આટલા સફળતાના સોપાન સર કરી ચૂકેલી ફિલ્મ ‘21મું ટિફિન’ હવે દર્શકોની થઈ ચૂકી છે. થિયેટર બાદ હવે ફિલ્મ અગ્રણી ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે.સાથે જ વિજયગિરી ફિલ્મોસની આગલી બે ફિલ્મો ‘પ્રેમજી- ધ રાઈઝ ઓફ વોરિયર’ અને ‘મોન્ટુની બિટ્ટુ’ પણ શેમારૂમી પર જોઈ શકાય છે.એટલે કે ત્રણેય ટ્રેન્ડ સેટર ફિલ્મો તમે તમારા પોતાના ડિજિટલ પ્લેટફોર્મ શેમારૂમી પર પરિવાર સાથે બેસીને આ ફિલ્મ માણી શકો છો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.