સામાન્ય રીતે વ્યક્તિ નુ સંપુર્ણરીતે સામાન્ય અંગોપાંગ સહિતનુ શરીર તેની રોજ બ રોજની પ્રવૃતિઓ માટેનુ વિકાસ અને વૃદ્ધીનુ એકમ છે જેમા જન્મજાત કે બિમારી અકસ્માત વગેરેથી જ્યારે નોર્મલ્સી એકાદ અંગોપાંગ મા ન રહે તો જે ખોટ પડે છે તે ભાગનુ મહત્વ વધુ સમજાય છે અને આ ખામી અડચણરૂપ બને છે
પરંતુ કુદરત કઇક લઇ લે તો કઇક આપે પણ છે તેમ જનસમુદાયના અનુભવ હોય છે તેવુ જ પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો સાથે બને છે કે એકાદ ખોટ સામે ગજબની અન્યશક્તિ આંતરીક રીતે વિકસતી હોય છે જેની એ દિવ્યાંગને પણ ઘણી વખત ખબર નથી હોતી
ત્યારે “લાચારી નહી લાયકાત” સાથે દિવ્યાંગો જીવનજીવે તે માટે અમદાવાદની સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન ના સ્થાપક ડો.રીતુ સિુંઘ એ વર્ષ ૨૦૧૩ થી એક યજ્ઞ પ્રજવલીત કર્યો છે–પ્રજ્ઞાચક્ષુઓ-દિવ્યાંઔની આંતરીક શક્તિ ખીલવી તેમને માનભેર જીવવા સાથે રોજગાર અપાવવાનો જેની ઝાંખી અનેક કૃતિઓ અને સર્જનમા થાય છે અને પ્રજ્ઞાચક્ષુઓ ગીફ્ટ-બુકે-ટેબલ ફ્લાવર-ડીઝાઇનર્સ-કલર હેન્ડી કોમ્બીનેશન-હસ્તકલા ચીજવસ્તુઓ વગેરે એવી બનાવે છે કે જાણે આબેહુબ કોઇ નોર્મલ વ્યક્તિએ બનાવી હોય છે
સમાજમા વિવિધ પ્રસંગો અને ઉજવણીઓ વખતે તાજેતરમા ગીફ્ટ-ફ્લાવર તેમાય શોપીસ તરીકે કાયમ એ વસ્તુ રહે તે ટ્રેન્ડ છે તે જોતા આ દિવ્યાંગો-પ્રજ્ઞાચક્ષુઓ એ બનાવેલી વેરાયટી સૌ કોઇના મન મોહી લેતી હોય તેવુ ભાવવાહી દ્રશ્ય આ સંસ્થામા અવારનવાર તાદ્રશ્ય થતુ જોવા મળે છે
@@@શુ કહે છે સ્થાપક???
અનેક વ્યક્તિવિશેષ અનેક સહયોગીઓના સપોર્ટથી કાર્યરત આ સંસ્થાન ચલાવવાની શક્તિ કુદરત પુરી પાડે છે અને લાભાર્થીઓની સુઝબુઝ અને સમજણ શક્તિ તેમજ શીખવાની અદમ્ય ભાવના થી તાલીમ આપવાનો ઉત્સાહ બમણો થાય છે
વર્ષ ૨૦૧૩ થી જ નાનીવયમાંજ પીડા ને જીવન નો હિસ્સો બનાવી આગળ ધપતિ હતી તેવા આ દિલને ઝંઝોળનારા માહોલ વચ્ચે આ સેવા થી દિવ્યાંગોની આંતરીક શક્તિ ખીલવવા તાલીમ કેન્દ્ર શરૂ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો અને આજે દોઢસો જેટલા લાભાર્થી તાલીમ લે છે પગભર થાય છે જીવન નો આનંદ માનબે છે તે મારો આત્મસંતોષ છે તેમ કહી આ સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાનના સ્થાપક ડો. રીતુસીંઘ ઉમેરે છે કે ઇશ્ર્વરની બહુમુલ્ય દેન એવા આ મનુષ્યજીવનમા આપણુ સમાજ પ્રત્યે પણ ઉતરદાયીત્વ છે તે નિભાવવાનો મોકો મળવો એ આપણુ સદભાગ્યઆને ઇશ્ર્વરકૃપા ગણાય છે ત્યારે મને આ તક મળી છે અને હાલ તો પહેલા કોરોના લહેરો બાદમા પોસ્ટ કોવિડ સમગ્ર તંત્રોની રીસોર્સની સપોર્ટની મર્યાદા રહી તે વચ્ચે પણ તાલીમ કેન્દ્ર અને અન્નક્ષેત્ર ચલાવવાનો સંકલ્પ પ્રજવલીત રાખી શક્યા છીએ તે સમાજની સહાયનુ પ્રતિક છે સૌ કોઇ અહી મુલાકાત લે દિવ્યાંગો પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહિત કરે તેવી અપીલ કરતા ડો.રીતુ એ એમ પણ જણાવ્યુ હતુ કે માન સન્માન ભેર આ પ્રજ્ઞાચક્ષુઓ એવી તાલીમ મેળવી રહ્યા છે જે તેઓ તેમના જીવન ને નોર્મલ અનુભવે છે અને સહેજે આપણા લાગણીના કુંપણ ફુટે તેવી એકાગ્રતા વિવિધ સર્જમા દર્શાવે છે તે લ્હાવો આપ લેશો તો સંસ્થા કૃતજ્ઞ રહેશે તેમ પણ અનુરોધ કર્યો છે