$ગારી દ્વારા સંચાલિત ભારતની નંબર 1 શોર્ટ-વિડિયો એપ્લિકેશન ચિંગારી દ્વારા અમદાવાદમાં સૌથી મોટી હોળી પાર્ટી યોજાવા જઇ રહી છે. આ ખાસ હોળીના તહેવાર સાથે અમદાવાદીઓ ફરીથી ફેસ્ટિવ મોડમાં આવશે અને હોળીનું સેલિબ્રેશન કરશે. ચિંગારી એપ ખાસ અમદાવાદીઓને 18મી માર્ચ, સવારે 10 વાગ્યાથી સિંધુ ભવન રોડ ખાતે આવેલા ઓરિઓન સેરેમોનિયલ લૉન્સ ખાતે સ્ટાર-સ્ટડેડ ગ્લેમરસ હોળી ઇવેન્ટ – ‘હોળી કે રંગ, $ગારી કે સંગ’ની ઉજવણી કરવા આમંત્રણ આપે છે. પાર્ટીમાં જોડાવા માટે આવનાર વ્યક્તિનાં ચિનગારી વૉલેટમાં માત્ર 20 $GARI ટોકન્સ હોવા જરૂરી છે અને તેઓ તેમના મિત્રો અને પરિવાર સાથે આ હોળીનો આનંદ માણી શકશે.
18મી માર્ચના રોજ ગુજરાતી ફિલ્મ અને મીડિયા જગતની મોટી હસ્તીઓ અને કલાકારો ચિંગારીના કાર્યક્રમ ‘હોળી કે રંગ, $ગારી કે સંગ’ ખાતે હોળીની ઉજવણી કરશે. જેમાં આદિત્ય ગઢવી, ઈશાની દવે, અઘોરી મ્યુઝિક, નંદલાલ છાંગા જેવા જાણીતાં કલાકારો પ્રેક્ષકોનું મનોરંજન કરશે, જ્યારે તુષાર સાધુ, રીવા રાચ્છ, દીપ ધોળકિયા, ઝીનલ બેલાની, ભૌમિક સંપત જેવી હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે અને ચિંગારી ટીમ સાથે ખાસ હોળીની ઉજવણી કરશે.
ચિંગારીમાં ફેમસ એવું ડાન્સ ક્રિએટર ગ્રુપ ABCD પણ તેમના ખાસ પરફોર્મન્સ સાથે પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે. ઈવેન્ટમાં આવનાર યુવાનો અને હોળીરસિયાઓ માટે ખાસ ગેમના સ્ટોલ પણ હશે. આ ઉપરાંત, $GARI દ્વારા સંચાલિત ચિંગારીની આ હોળી ઈવેન્ટમાં બલૂન ફાઈટીંગ, રેઈન ડાન્સ વિથ ડીજે, રંગ કા જંગ અને સેલિબ્રિટી મીટ એન્ડ ગ્રીટ જેવી ઘણી એક્ટિવીટીઝ પણ યોજાશે, જેનાથી પાર્ટીમાં આવનારાં લોકોને ફુલ-ઓન એન્ટરટેઇનમેન્ટ મળી રહે.
ચિંગારી એપના સહ-સ્થાપક અને COO દીપક સાલ્વી જણાવે છે, “છેલ્લા 2 વર્ષથી આપણે સૌ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે મોટાં ફેસ્ટિવલ સેલિબ્રેશનની રાહ જોઇ રહ્યા છીએ ત્યારે હોળીની આવી ભવ્ય ઉજવણી જેવો મોકો બીજો કોઇ ન હોઇ શકે. $GARI દ્વારા સંચાલિત ચિંગારી અમદાવાદમાં ભવ્ય હોળી પાર્ટી યોજી રહ્યું છે, જે માત્ર લોકોને એન્ટરટેઇન નહીં કરે, પરંતુ સાથોસાથ તેમને ઘણી સારી મેમરીઝ પણ પૂરી પાડશે. અમદાવાદીઓ તરફથી મળી રહેલાં પ્રતિસાદ અને તેમનો ઉત્સાહ જોઇને અમે રોમાંચિત છીએ. આનાથી અમને આવી વધુ ઇવેન્ટ્સ યોજવા અને અમારા પ્રયત્નો દ્વારા વધુ લોકો સુધી પહોંચવા માટે મોટિવેશન મળશે. અમે તમામ અમદાવાદીઓને ચિંગારી અને GARI પરિવાર સાથે આ હોળીની ઉજવણી કરવા માટે આમંત્રિત કરીએ છીએ અને એક ભવ્યતમ હોળીની ઉજવણીની રાહ જોઈ રહ્યા છીએ.
ભારતીય ફિલ્મ અભિનેતા, ભૌમિક સંપતે કહ્યું, “અમે હોળી કે રંગ, $ગારી કે સંગ’ ઉત્સવમાં હાજરી આપવા માટે ઉત્સુક છીએ. હોળી મારો મનપસંદ તહેવાર છે અને ગયા વર્ષે રોગચાળાને કારણે આપણે બધા આપણા પ્રિયજનો સાથે ઉજવણી કરવાનું ચૂકી ગયા હતા. આ વર્ષે, ચિનગારી અને શેમારૂમેનો આભાર, અમે આ રંગીન દિવસે બધા સાથે ફરીથી કનેક્ટ થઈશું. તેથી, મારા બધા પ્રિયજનોને મોટેથી બોલાવી રહ્યા છીએ…આવો અને મારી સાથે 2022ના સૌથી મોટા હોળી ઉત્સવ, હોળી કે રંગ, $ગારી કે સંગમાં જોડાઓ.
ગાયક આદિત્ય ગઢવીએ ટિપ્પણી કરી, “હોળી વર્ષના 1લા મોટા તહેવારોમાંનો એક છે, અમે ચિનગારી હોળી તહેવારમાં સારો સમય પસાર કરવા માટે આતુર છીએ. ઈવેન્ટમાં અમારું પ્રદર્શન અમારા ચાહકો માટે હશે જેઓ અમને 2020 થી લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમે ત્યાં અમારા બધા ચાહકોને જોવા અને શુભેચ્છા પાઠવવાની આશા રાખીએ છીએ, જેઓ તેમનામાં ચિનગારી વૉલેટ 20 $GARI ટોકન્સ બતાવીને હોળીના તહેવારમાં હાજરી આપવા માટે સક્ષમ હશે. “
અમદાવાદના લોકો માટે હોળી પાર્ટી સીન સેટ છે, તો શું તમે ચિંગારી સ્ટાઇલમાં પાર્ટી કરવા તૈયાર છો?
ખાસ નોંધ: દરેક વ્યક્તિએ તેમના વોલેટમાં ઓછામાં ઓછા 20 $ GARI ટોકન્સ દર્શાવવા પડશે. $GARI ટોકન્સ મેળવવા માટે, કૃપા કરીને મુલાકાત લો- gari.network