કેન્દ્રીય કર્મચારીઓનું DA ત્રણ ટકા સુધી વધી શકે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનર્સને એક મોટી ખુશખબર મળનાર છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો સરકાર કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થું વધારવા જઈ રહી છે.  હોળી પહેલા તેની જાહેરાત થઈ શકે છે. સરકારના આ ર્નિણયથી ૫૦ લાખથી વધારે સરકારી કર્મચારીઓ અને ૬૫ લાખથી વધારે પેન્શનર્સને સીધો ફાયદો મળશે. કેન્દ્રિય કર્મચારીઓને હાલ ૩૧ ટકાનું Dearness Allowance મળે છે, એક રિપોર્ટસ પ્રમાણે, ઓલ ઈન્ડિયા કંઝ્‌યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સના ડિસેમ્બર ૨૦૨૧ના આંકડાઓને ધ્યાનમાં રાખતા કેન્દ્રિય કર્મચારીઓનું DA  ત્રણ ટકા સુધી વધારી શકે છે. તેનાથી કેન્દ્રિય કર્મચારીઓને મળનાર DA  ૩૪ ટકા થઈ જશે.

દેશના ૫ રાજ્યમાં હાલમાં થયેલી ચૂંટણીઓનું પરિણામ ૧૦ માર્ચે સામે આવી ચૂક્યું છે. તેની સાથે ચૂંટણી આચાર સંહિતા પણ સમાપ્ત થઈ જશે. ત્યારબાદ સરકાર ડીએને લઈને ર્નિણય કરી શકે છે. રિપોર્ટ્‌સ પ્રમાણે ૧૬ માર્ચ, ૨૦૨૨ એ કેન્દ્રિય કેબિનેટની બેઠક મળવાની છે. આ બેઠકમાં કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત વધારવાની જાહેરાત થઈ શકે છે. જાે કેન્દ્ર સરકાર ૧૬ માર્ચે 7th Pay Commission  ની ભલામણ પ્રમાણએ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે તો આ હોળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોદી સરકારની હોળી ગિફ્ટ હશે.

આ વર્ષે ૧૮ માર્ચે હોળી મનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી સતત વધી રહી છે. એવામાં કેન્દ્રિય કર્મચારીઓની આવક વધારવી જરૂરી હોય છે. સરકાર મોંઘવારીની ઈમ્પેક્ટને ઓછી કરવા માટે પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સને DA  આપે છે. મોંઘવારી ભથ્થાનું કેલકુલેશ બેસિક સેલરીના આધારે પર કરવામાં આવે છે. સામાન્ય રીતે, કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં DA  અને ડ્ઢઇ સંબંધિત લાભોમાં સુધારો કરે છે. શહેરો પ્રમાણે કર્મચારીઓના ડીએમાં તફાવત જાેવા મળે છે.

Share This Article