બીએસએફ સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન “એમ્પાવરમેન્ટ રાઈડ- 2022” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું નિમિત્ત સાથીને 8મી માર્ચ, 2022ના રોજ 10.00 કલાકે ઈન્ડિયા ગેટ, નવી દિલ્હીથી લીલી ઝંડી આપવામાં આવશે. રોયલ એનફિલ્ડ સાથે સહયોગમાંઆયોજિત બીએસએફ સીમા ભવાની ઓલ- વુમન ડેરડેવિલ મોટરસાઈકલની 36 સભ્યની ટીમનું નેતૃત્વ ઈન્સ્પેક્ટર હિમાંશુ સિરોહી કરશે, જેઓ કન્યાકુમારીનાં મુખ્ય શહેરો અને ત્યાર પછી ચેન્નાઈ થકી 5280 કિમીનો રોમાંચક પ્રવાસ કરીને રાષ્ટ્રભરમાં મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવશે.
બીએસએફ સીમા ભવાની ઓલ- વુમન ડેરડેવિલ મોટરસાઈકલ ટીમ વર્ષ 2016માં ઊભી કરવામાં આવી હતી અને તેના શ્રેયમાં અમુક અદભુત અને મંત્રમુગ્ધ કરનારા પરફોર્મન્સનો સમાવેશ થાય છે, જે તેમણે 2018 અને 2022માં બે વાર નવી દિલ્હીના રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડના અવસરે પોતાની કુશળતા બતાવી છે.
બીએસએફ સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન એમ્પાવરમેન્ટ રાઈડ 2022 દેશભરમાં પ્રવાસ કરશે, જેમાં તે દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી આરંભ કરતાં પંજાબમાં વાગાહ અટ્ટારી બોર્ડર અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને ચેન્નાઈ, તામિલનાડુમાં રોયલ એનફિલ્ડના ઈન્ડિયા ટેક્નિકલ સેન્ટર ખાતે પૂર્ણાહુતિ સહિત ઐતિહાસિક સીમાચિહન આવરી લેશે. એક્સપીડિશન ચંડીગઢ, અમૃતસર, અટ્ટારી, બિકાનેર, જયપુર, ઉદયપુર, ગાંધીનગર, ભરૂચ, નાશિક, પુણે, સોલાપુર, હૈદરાબાદ, બેન્ગલોર, અનંતાપુર, સાલેમ, મદુરાઈ અને કન્યાકુમારી થકી પસાર થઈને 28 માર્ચ, 2022ના રોજ ચેન્નાઈમાં તેના આખરી સ્થળે પહોંચશે.
ટીમ સ્ત્રીઓ વિશેના પૂર્વગ્રહ, જૂની ઘરેડ અને ભેદભાવથી આઝાદી પર ભાર આપવા સાથે મહિલાઓની ક્ષમતાઓ વિશે સંવેદનશીલતા જગાવશે અને જાગૃતિ લાવીને વિવિધ રાઈડિંગ સમુદાયો અને દર્શકો સાથે વાતોનું આદાનપ્રદાન પણ કરશે. બીએસએફ સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન એમ્પાવરમેન્ટ રાઈડ 2022 મહિલાઓની સિદ્ધિની ઉજવણી કરે છે અને તેનું લક્ષ્ય મહિલાઓની હકારાત્મક દ્રષ્ટિગોચરતા કેળવવાનું છે, જેથી દેશભરમાં યુવા છોકરીઓ અને મહિલાઓને રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પગલાં લેવા પ્રત્સાહન આપી શકાય.
ક્વોટ્સ
રોયલ એનફિલ્ડના ક્લાસિકના ગ્લોબલ બ્રાન્ડ હેડ અનુજ દુએએ જણાવ્યું હતું કે રોયલ એનફિલ્ડમાં અમને ભારતના સશસ્ત્ર બળોના પણ વિશ્વસનીય સાથી સ્થિતિસ્થાપક, નિર્ભરક્ષમ અને વિશ્વસનીય મશીન્સ બનાવવાનાં 70 વર્ષથી રાષ્ટ્રની સેવા કરવાનું ગૌરવ છે. અમે સતત દેશભરમાં મહિલા રાઈડરોને ટેકો આપીને અવરોધો તોડવા અને તેમને ટેકો આપવા માટે કામ કરીએ છીએ. અમે સમુદાય માટે વધુ ને વધુ મહિલાઓને તેમની લગની પૂરી કરવા પ્રોત્સાહન આપીને મોટરસાઈકલિંગને તેના શુદ્ધતમ સ્વરૂપમાં અનુભવવા માટે અનેક તકો ઊભી કરી છે. સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન સાથે અમારું જોડાણ સશસ્ત્ર બળો પ્રત્યે અમારી લાંબી સ્થાયી કટિબદ્ધતા અને તેમના પ્રયાસોમાં તેમને અભિમુખ બનાવવાનું સન્માન છે. અમને બીએસએફ અને સીમા ભવાની ટીમ સાથે ભાગીદારી કરવાની ખુશી છે અને સાહસની આ ઉજવણીમાં તેમને ખૂબ ખૂબ શુભેચ્છા છે.