ઉષા ઈન્ટરનેશનલે આજે ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની સૌથી ઉત્તમ બેટ્સમેન અને હાલમાં ટેસ્ટ અને ઓડીઆઈ કેપ્ટન મિથાલી રાજને પોતાની બધી પ્રોડક્ટ શ્રેણીઓમાં તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે. બે દાયકાની કારકિર્દીમાં મિથાલીએ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન કર્યા છે અને વિસ્ડન લીડિંગ વુમન ક્રિકેટર ઈન ધ વર્લ્ડ (2017), અર્જુન એવોર્ડ (2003), પદ્મશ્રી (2015) અને મેજર જ્ઞાનચંદ ખેલ રત્ન (2021) સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. બ્રાન્ડ દ્વારા આ સહયોગ ઉષાની રમતની ખૂબી સાથે ઉત્તમ સુમેળ સાધે છે, જેનું લક્ષ્ય દર્શકોમાં સક્રિય અને સ્વસ્થ જીવનશૈલીને પ્રમોટ કરવાનું છે.
“મિથાલી રોજ અમારી સાથે જોડાઈ તે વિચારો અને કટિબદ્ધતા સાથે અને ઘણી બધી ભૂમિકાઓ ભજવીને પણ જૈસે થેને સક્રિય રીતે પડકારતી લાખ્ખો ભારતીય મહિલાઓને અમારી સલામના ભાગરૂપ છે. આ પંથ પર રહેવાની મિથાલીની કટિબદ્ધતા તેમનાં સપનાંનો પીછો કરતી અને જૂની ઘરેડને તોડતી બધી મહિલાઓ માટે પ્રેરણાત્મક છે. ઉષામાં અમે સ્પોર્ટસ સ્ટેડિયમ હોય કે બોર્ડરૂમ સહિતનાં ક્ષેત્રોમાં ભાવિ મહિલા સિદ્ધિકર્તાઓને પોષવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સ્થિતિસ્થાપક જોશ અંગીકાર કરતી મહિલાઓને ઉજવણી કરીએ છીએ,” એમ ઉષા ઈન્ટરનેશનલના સ્પોર્ટસ ઈનિશિયેટિવ્ઝ અને એસોસિયેશન્સનાં હેડ કોમલ મહેરાએ જણાવ્યું હતું.
ઉષા ઈન્ટરનેશનલ સાથે સહયોગ પર બોલતાં ભારતની અગ્રણી કન્ઝયુમર ડ્યુરેબલ્સ બ્રાન્ડ ક્રિકેટર મિથાલી રાજે જણાવ્યું હતું કે, “ઉષા ઘેર ઘેર ચર્ચિત નામ છે, જેની સિલાઈન મશીન, પંખા અને હા, કિચનનાં ઉપકરણો સહિત સાથે હું મોટી થઈ છું. આ બ્રાન્ડ તેના વચનનું પાલન કરે છે. આ બ્રાન્ડનાં મૂલ્યો હું જીવું છું અને તેની સાથે ઓળખ ધરાવવા માગું છું, કારણ કે તે બોલે એ કરી બતાવે છે. મેં ઉષા પ્લે જોયું છે, જે ઉષાનો આંતરિક હિસ્સો છે અને યુવા, ખાસ કરીને છોકરીઓને તળિયાના સ્તરે ટેકો આપતું અને લિંગભેદ દૂર કરીને સ્પોર્ટસના ક્ષેત્રમાં મૂલ્યવાન બોધ તેમને આપતું સમાવેશક મંચ પૂરું પાડે છે. તેમનું કાર્ય સરાહનીય અને દુર્લભ છે અને આવી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવું મને ગૌરવજનક લાગે છે.”
ઉષા ઈન્ટરનેશનલ દેશભરમાં વિવિધ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને પ્રમોટ કરે છે, જેમાં આઈપીએલ માટે મુંબઈ ઈન્ડિયન ટીમ્સ, અલ્ટિમેટ ફ્લાઈંગ ડિસ્ક, ઘરઆંગણાની ભારતીય રિજનલ રમતો, જેમ કે, દિવ્યાંગો માટે કાલારી, મલ્લખંબ અને સિયાટ ખાનમ, દષ્ટિમાં ખામી ધરાવનારા માટે સ્પોર્ટસ (એથ્લેટિક્સ, કબડ્ડી, જુડો અને પાવરલિફ્ટિંગ) તેમ જ ફટબોલ સાથે દીર્ઘ સ્થાયી સહયોગનો સમાવેશ થાય છે.
વધુ માહિતી માટે વિઝિટ કરો www.usha.com, અને ફોલો કરો @UshaPlayon ટ્વિટર અને @usha_play ઈન્સ્ટાગ્રામ પર.
************