ભારતમાં તેની ચાર મુદ્દાની વ્યૂહરચનાના ભાગરૂપે ઝેડએફ દ્વારા વૈશ્વિક સ્તરે ગ્રુપમાં ડિજિટલાઈઝેશનને ટેકો આપવા માટે આઈટી પ્રોડક્ટ, સેવાઓ અને ડિજિટલ ઈનોવેશન્સ ટીમ પર કેન્દ્રિત પુણે, હૈદરાબાદ અને ચેન્નાઈમાં તેનું વૈશ્વિક આઈટી કેન્દ્ર વિકસાવવાના હેતુથી પ્રદેશ ભારતના વ્યાપક આઈટી ટેલેન્ટ પૂલ પર વધુ ભાર આપશે. ભારતીય આઈટી ટીમ એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મશીન લર્નિંગ, એનલાઈટિક્સ, ઈન્ડસ્ટ્રી 4.0, બ્લોકચેઈન તેમ જ ક્લાઉડ ટેકનોલોજીઓ થકી ગ્રુપની ડિજિટલ પહેલોને ગતિ આપવા મદદરૂપ થવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ઝેડએફ સીવીએસ અનેક વર્ષથી તેનાં આઈટી પ્રોડક્ટ, સેવાઓ અને ડિજિટલ ઈનોવેશન સક્ષમતા માટે ભારતમાં આઈટી ટેલેન્ટનો સફળતાથી લાભ લઈ રહી છે. 2018માં ચેન્નાઈ ખાતે ડિજિટલ અને આઈટી ઈનોવેશન્સ પર કેન્દ્રિત સમર્પિત સંસ્થા સ્થાપવા સાથે ભારતમાં ટીમે સફળતાથી 230થી વધુ ડિજિટલ રોબોટિક પ્રોસેસ ઓટોમેશન બોટ્સની ડિલિવરી કરીને સપ્લાય ચેઈન, ક્વોલિટી, સોર્સિંગ અને પરચેસિંગ, હ્યુમન રિસોર્સીસ, ફાઈનાન્સ, પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટ સુધીના વેપારોની વિવિધ કામગીરીઓ અને ક્ષેત્રોને ટેકો આપી રહી છે.
ગ્રાહકો પાસેથી વધતી માગણી અને વેપારના વિસ્તરણને પહોંચી વળવા માટે ઝેડએફ હવે તેનાં ત્રણ આઈટી કેન્દ્રમાં તેનું કાર્યબળ વિસ્તારવાની યોજના બનાવી રહી છે. આ આઈટી કેન્દ્રોમાંથી લાભ લેતાં કુશળતા અને ક્ષમતાઓ પર વિશેષ ધ્યાન ઈન્ડસ્ટ્રી 4.0, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા, મોબાઈલ એપ્લિકેશન્સ, બ્લોકચેઈન અને સાઈબર સિક્યુરિટી વગેરેમાં ગ્લોબલ એન્ટરપ્રાઈઝ પરિર્વતન પર કેન્દ્રિત કરાશે.
ઓન-શોક- ઓફફશોર મોડેલ દુનિયાભરમાં ઝેડએફના ગ્રાહકો દ્વારા ડિજિટલાઈઝ્ડ સોલ્યુશન્સ માટે વધતી માગણીને સ્થિતિસ્થાપક રીતે પહોંચી વળવામાં સમયસર નિવારણો પૂરાં પાડવામાં મદદ કરશે.
ઝેડએફ ગ્રુપના સીઆઈઓ જુએર્ગન સ્ટર્મે જણાવ્યું હતું કે, “અમે પ્રદેશ ભારત અને ઝેડએફ ગ્રુપ માટે પણ કુશળતાઓ અને ક્ષમતાઓ વધારવા આગળ વધવા માગીએ છીએ. ગ્લોબલ આઈટી કેન્દ્રનું વધુ વિસ્તરણ અને લાભ લેતાં ડિજિટલાઈઝેશનમાં અમારી ગ્રુપની પહેલોને ગતિ આપવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
આઈટી રિજન ઈન્ડિયા માટે સીઆઈઓ મિલન કુમારે જણાવ્યું હતું કે, “ટેકનોલોજી કોઈ પણ વેપારનો આધાર છે અને ઝેડએફ હંમેશાં ટેકનોલોજિકલ પ્રગતિમાં આગેવાન રહી છે, જેનાથી મોબિલિટી ઈકોસિસ્ટમને લાભ થયો છે. ભારતમાં સિદ્ધ ઈનોવેશન શક્તિ સાથે વ્યાપક આઈટી ટેલેન્ટ પૂલ, ઝેડએફના વૈશ્વિક આઈટી સેન્ટરનું વિસ્તરણ, પ્રોડક્ટ, સેવાઓ અને ડિજિટલ ઈનોવેશન ટીમને ધ્યાનમાં લેતાં ઝેડએફને ડિજિટલ એન્ટરપ્રાઈઝમાં ફેલવવા ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ બિલ્ડિંગ બ્લોક બની રહેશે.”