ભારતની અગ્રણી જનરલ ઈન્શ્યુરન્સ કંપનીમાંથી એક એસબીઆઈ જનરલે પીએમએફબીવાય (પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના) પોલિસી વિતરણની વ્યાપક ઝુંબેશ મેરી પોલિસી મેરા હાથ શરૂ કરી છે, જે ખેડૂત સમુદાયોને ટેકો આપવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ ઝુંબેશ હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પહેલ છે.
આ ઝુંબેશનું લક્ષ્ય ભારતના અંતરિયાળ સ્થળોમાં પહોંચીને જાગૃતિ ફેલાવવાનું અને ખેડૂતોને નૈસર્ગિક આપત્તિઓને લીધે તેમના પાકને નુકસાન કે હાનિ થાય તો નાણાકીય સહાય પૂરી પાડતા પાક વીમાના લાભો વિશે માહિતગાર કરવાનું છે. ખેડૂતોને ઘેરબેઠા પોલિસી વિતરણ અજોડ પહેલ છે, જેમાં પાક વીમા પોલિસીની પ્રત્યક્ષ કોપી ગ્રામ પંચાયત / ગ્રામ્ય સ્તરે વિશેષ શિબિરો થકી પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય)માં નોંધણી કરાવતા ખેડૂતોને વિતરણ કરાશે. પોલિસીની કોપી સાથે એસબીઆઈ જનરલ યોજના હેઠળ ખેડૂતોને વધુ સારી રીતે મદદરૂપ થવા માટે પીએમએફબીવાય વિશે એફએક્યુની કોપી પણ વિતરણ કરશે. ટોલ- ફ્રી નંબર અને વેબસાઈટની વિગતો કોઈ પણ આપત્તિઓના સંજોગોમાં તેમના દાવાઓની જાણકારી આપવા ખેડૂતોને મદદરૂપ થવા પૂરી પાડવામાં આવે છે.
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના એમડી અને સીઈઓ પી સી કંદપાલે જણાવ્યું હતું કે, “એસબીઆઈ જનરલમાં અમે દેશના ખૂણેખાંચરે પહોંચ ધરાવીએ છીએ, જેથી ગ્રામીણ સમુદાયો માટે યોગ્ય વીમા રક્ષણ ઓફર કરવાની ખાતરી રહે છે. આ ધ્યેયની રેખામાં એસબીઆઈ જનકલ છેલ્લાં 6 વર્ષથી પીએમએફબીવાય સાથે સંકળાયેલી છે અને અમને મેરી પોલિસી મેરા હાથ ઝુંબેશ સાથે આ કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાની અને ખેડૂત સમુદાયને સશક્ત બનાવવા સરકારને ટેકો આપવાની ખુશી છે.”