નોન-ડિપોઝિટ-ટેકિંગ અને સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ એનબીએફસી (એનબીએફસી-એનડી-એસઆઇ) કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ (સીજીસીએલ)એ ગોલ્ડ લોન વ્યવસાયમાં પ્રવેશ કરવાની યોજના બનાવી છે. કંપની નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એની કામગીરી શરૂ કરશે. કંપનીનો ઉદ્દેશ રૂ. 8,000 કરોડની ગોલ્ડ લોન બુક સાઇઝ ઊભી કરવાનો છે અને આગામી પાંચ વર્ષમાં એનું નેટવર્કનું વિસ્તરણ 1500 શાખામાં કરવાનો છે.
આ વ્યવસાયિક વિવિધતા વિશે કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ શર્માએ કહ્યું હતું કે, “આ અમારી લાંબા ગાળાની વિસ્તરણ વ્યૂહરચનાને સુસંગત છે. અમે ગોલ્ડ લોન બજારમાં પ્રચૂર તક જોઈએ છીએ, કારણ કે મહામારીને કારણે નાણાકીય તણાવ ઊભો થવાથી ઓછીથી મધ્યમ આવક ધરાવતા કુટુંબોમાં ધિરાણ માટેની માગમાં વધારો થયો છે. ગોલ્ડ સાથે ભાવનાત્મક મૂલ્ય જોડાયેલું હોવાથી લોકો તેમના ગોલ્ડને બાંયધરી તરીકે મૂકશે અને એનું વેચાણ કરવાને બદલે ટૂંકા ગાળા માટે લોન મેળવે છે. આ વલણ દેશના ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ગ્રામીણ કામગીરીમાં વધારા સાથે સીજીસીએલ સમુદાયોની અંદર ગ્રાહકોને સેવા આપવા અને નાણાકીય સર્વસમાવેશકતા વધારવા સજ્જ છે.”
કંપનીએ બિઝનેસ વર્ટિકલના હેડ તરીકે રવિશ ગુપ્તાની નિમણૂક કરી છે. તેમને સમગ્ર દેશમાં ગોલ્ડ લોનના નવા બિઝનેસને આગળ વધારવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે. તેઓ બે દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે. સીજીસીએલમાં જોડાયા અગાઉ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ માટે ગોલ્ડ લોન બિઝનેસના નોર્થ ઝોનના હેડ તરીકે જવાબદારી સંભાળતા હતા.
અત્યારે કંપની 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 110 શાખાઓના મજબૂત નેટવર્ક દ્વારા બે મુખ્ય વર્ટિકલ્સ – સીક્યોર્ડ એમએસએમઇ લોન્સ અને એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સમાં કાર્યરત છે. કંપની એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સને કન્સ્ટ્રક્શન ધિરાણ પ્રદાન કરે છે અને અગ્રણી બેંકોની ઓટો લોન ઉત્પાદનોનું વિતરણ કરે છે.
31 ડિસેમ્બર, 2021 સુધી કંપનીએ રૂ. 57,693 મિલિયનની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સાથે રૂ. 649 મિલિયનનો અત્યાર સુધીનો કુલ ચોખ્ખો નફો કર્યો છે.