અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે ફાયર અને સેફટીના કોર્સની શરૂઆત કરાઈ હતી. વિદ્યાર્થીઓને ઈંડસ્ટ્રીઝ આધારિત સેફટી અને ફાયર અંગે લાઈવ પ્રેક્ટિકલ સાથે થિયરી વડે અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવ્યો છે.
તાજેતરમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં આગની દુર્ઘટનામાં થયેલા સતત વધારો થઇ રહ્યો છે. દુર્ઘટના પર અંકુશ મેળવવા માટે ફાયર અને સેફટીનું જ્ઞાન અને તેની તાલીમ હોવી જરૂરી છે. તે માટે સેન્ટર ઓફ એક્સેલેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ભાવિ વિધાર્થીઓ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં જાય તે પહેલા ફાયર અને સેફટી નું જ્ઞાન અને તેની તાલીમ તેમજ સેફટી સુરક્ષાના મૂળભૂત જ્ઞાનનું સિંચન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીમાં વિધાર્થીઓને ડિઝાસ્ટર પ્લાન વિશે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ તજજ્ઞો દ્વારા ફાયર અને સેફટી પર વ્યાખ્યાન અને તાલીમ આપવામાં આવ્યું હતું જેથી ભવિષ્યમાં સેફટી સુરક્ષા વિશે તેઓ જાણકારી બને. તજજ્ઞ જે સી ત્રિવેદી, ગોપાલ પીસે અને હેમંત સાહેબ દ્વારા ફાયર અને સેફટી નું જ્ઞાન અને તેની તાલીમ વિષે વિસ્તૃત જાણકારી આપી બચાવ માટેના ફાયરના સાધનો વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. તે વ્યાખ્યાનમાં ફાયર અને પ્રોસેસ સેફટીનો મૂળભૂત ખ્યાલ, વર્ક પ્લેસ પર થતી મોટી આગની દુર્ઘટનાનું કારણ, ફાયરના બનાવો પર નિયંત્રણ, ઓફિસ અને વર્ક પ્લેસ પર કેવા પ્રકારની સુરક્ષા સાધનો રાખવા, બિલ્ડિંગ માં થતી આગનો કટોકટી યોગ્ય પગલાં અને સમયસર તેનું નિયંત્રણ વગેરે પર ભાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આવતી તાલીમનું લક્ષ્ય કોલેજો અને ઇન્ડસ્ટ્રીઝ પ્રોફેશનલ મુખ્ય છે.