અમદાવાદ એરપોર્ટ મુસાફરોની સુવિધા પૂરી પાડવામાં હંમેશા છેલ્લે જ્યારે દેશભરના દાણચોરોને દાણચોરી માટેનું પસંદગીનું એરપોર્ટ છે. લાંબા સમય સુધી વિદેશથી આવતી -જતી ફ્લાઈટ બંધ હતી હવે ધીરે ધીરે ઇન્ટરનેશનલ ફ્લાઇટના આવાગમન દેશભરમાં વધતા જઈ રહ્યા છે અમદાવાદમાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થવા લાગી છે. જેવી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થવાની શરૂઆત થઇ કે તરત જ દાણચોરીની સિન્ડિકેટ એક્ટિવ થઈ ગઈ છે અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી અને શાહજહાં થી જુદી જુદી ફ્લાઈટમાં આવેલા બે યુવકો પાસેથી દાણચોરીનું ૪૦૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું કસ્ટમના અધિકારીઓએ સોનું કબજે લઇ વધુ તપાસ આદરી છે .તપાસનો રેલો અમદાવાદના સોની બજાર સુધી પહોંચે તેવી પ્રબળ સંભાવના છે.
બીજી તરફ આફ્રિકાથી આવેલી ફ્લાઇટમાં અમદાવાદ પહોંચેલા સુદાનના નાગરિકના પેટમાં ડ્રગ્સ ભરેલી કેપ્સુલ હોવાની વિગતો મળતાં ડીઆરઆઈના અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો અને પૂછપરછ બાદ ડોકટરની મદદથી તેના પેટમાંથી કેપ્સુલ કાઢવામાં આવી હતી.ડ્રગ્સ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે જ્યારે સુદાનનો નાગરિક ડ્રગ્સ કોના માટે લાવતો હતો તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં દાણચોરીનું સોનું ઝડપાતા અને ડ્રગ્સ કેપ્સુલ નો જથ્થો ઝડપાતા તમામ એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ છે કસ્ટમ સહિત તમામ સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ એરપોર્ટ પર વોચ વધારી દીધી છે અને અધિકારીઓ ખુદ એરપોર્ટ પર ફરતા નજરે પડી રહ્યા છે તમામ સેન્ટ્રલ એજન્સીએ પોતાના બાતમીદારોને એક્ટિવ કરી દીધા છે જેને કારણે આગામી દિવસોમાં એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં દાણચોરીનું સોનું અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયો તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાણે કે દેશભરના દાણચોરો માટે અને હવે ડ્રગ માફિયાઓ માટે પણ સોફ્ટ ટાર્ગેટ બની ગયું હોય તેવો ઘાટ થયો છે અમદાવાદ એરપોર્ટ પરથી એક જ દિવસમાં દાણચોરીનું ૪૦૦ ગ્રામ સોનું ઝડપાયું જ્યારે આફ્રિકાથી આવતી ફ્લાઇટમાં આવેલા સુદાનના નાગરિક પાસેથી ડ્રગ્સની સંખ્યાબંધ કેપ્સુલ ઝડપાઈ હતી. જેને કારણે કસ્ટમ ઉપરાંત સેન્ટ્રલ એજન્સીઓની વોચ એરપોર્ટ પર વધી ગઈ છે. જુદી જુદી એજન્સીઓના અધિકારીઓ એરપોર્ટ પર ફરતા નજરે પડી રહ્યા છે.