અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૨-૨૩નાસામાન્ય સભાની શરૂઆત પહેલા જ ભાજપ પક્ષના તમામ મહિલા અને પુરુષ સભ્યોના મોબાઈલ ફોન લઈ અને લોકરમાં મૂકી દેવામાં આવ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કેટલાક સભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨-૨૩ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમ.જે લાયબ્રેરી, વી.એસ હોસ્પિટલ, એએમટીએસ બજેટ અને સામાન્ય બજેટને મંજૂરી આપવાની દરખાસ્ત શાસક પક્ષ અને ભાજપ પક્ષે મૂકી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ પર ચર્ચા કરવા મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. જેમાં અન્ય જૂથના સિનિયર કોર્પોરેટર ગેરહાજર રહ્યા છે. વિપક્ષના ૨૪માંથી ૨૩ જેટલા જ કોર્પોરેટરો હાજર છે.
સિનિયર કોર્પોરેટર ઇકબાલ શેખ બેઠકમાં ગેરહાજર રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૨-૨૩ના રૂ.૮૮૦૭ કરોડના બજેટને મંજૂરી આપવા બજેટની સામાન્ય સભા મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતેના મહાત્મા ગાંધી હોલમાં આ બેઠક શરૂ થઈ છે. જેમાં સૌથી પહેલા અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમ.જે લાયબ્રેરી, વી.એસ હોસ્પિટલ તેમજ એએમટીએસ બજેટ અંગે ચર્ચા થશે.