મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં મજુરી બચાવવા માટે મહિલાઓ દ્વારા ગર્ભાસ્ય કઢાવી નાંખવાના અનેક મામલા સપાટી પર આવી ચુક્યા છે. આ મામલામાં કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતિન રાવત દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને દરમિયાનગીરી કરવાની માંગ કરી છે. સાથે સાથે આ ક્ષેત્રમાં શેરડી શ્રમિકોમાં મહિલાઓની સંખ્યા ખુબ વધારે હોવાની વાત પણ કરી છે. તેમના કહેવા મુજબ શેરડી શ્રમિક મહિલાઓની સંખ્યા ખુબ વધારે રહેલી છે અને આ મહિલાઓ પોતાના મજુરીને બચાવવા માટે ગર્ભાસ્ય કઢાવી રહી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મંગળવારના દિવસે લખવામાં આવેલા પત્રમાં નિતિન રાવતે કહ્યું છે કે, મોટી સંખ્યામાં મજુરી કામ કરી શકતી ન હતી. જેથી ગેરહાજરી રહેવાની સ્થિતિમાં મજુરીના નાણાં મળતા ન હતા. આવી સ્થિતિમાં પૈસાને બચાવવા માટે આ નિર્ણય મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આવી સંખ્યા ૩૦ હજારની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. મરાઠવાડા ક્ષેત્રની સાથે સાથે અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની ફરિયાદો સપાટી પર આવી ચુકી છે.
મહારાષ્ટ્રના ગઠબંધન સરકાર સત્તામાં આવ્યા બાદથી જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પ્રકારની મહિલાઓના હિતોમાં ધ્યાનમાં લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.