સુત્રોની મળતી માહિતી મુજબ રાજસ્થાન, ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થઈ છે. કેન્દ્ર તથા રાજ્યોની એજન્સીઓ કેન્દ્રીય ભંડાર માટે ઘઉંની ખરીદી કરી રહી છે. ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યો પંજાબ તથા હરિયાણામાં ઘઉંની ખરીદી પખવાડિયામાં શરૂ થવાનું અનુમાન છે. એપ્રિલથી ખરીદીમાં ગતિ આવવાની પણ શકયતા છે.
૨૦૧૮-૧૯ની મોસમ માટે કુલ ૩.૨૦ કરોડ ટન ઘઉંની ખરીદીનો ટાર્ગેટ રખાયો છે, પરંતુ આ ટાર્ગેટ કરતા વધુ ખરીદી થવાની ધારણાં છે. વધુને વધુ ખેડૂતોને ઘઉંના ટેકાના ભાવ મળી રહે તેવી રાજ્ય સરકારો ઈચ્છા ધરાવે છે. આ વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૧૭૩૫ નિશ્ચિત કરાયો છે.
દેશના કેટલાક રાજ્યોમાં ૧૫મી માર્ચથી ઘઉંની ખરીદી શરૂ થઈ છે જ્યારે અન્ય રાજ્યોમાં ૧લી એપ્રિલથી શરૂ થઈ જવાનું અનુમાન છે. આ વર્ષ રાજ્યોની એજન્સીઓ ઘઉંની ખરીદીમાં વ્યાપક રસ દાખવી રહી છે એમ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું.