પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર સતત મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ રહી છે. હવે પાકિસ્તાન બ્લેક લિસ્ટ થશે જેમ તમામ નિષ્ણાંતોકહી રહ્યા છે. સાથે સાથે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થવાથી હવે કોઇ બચાવી શકશે નહીં. કારણ કે પાકિસ્તાન ત્રાસવાદ અને ટેરર ફંડિંગના મામલે મુશ્કેલમાં મુકાઇ ગયુ છે. ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા ત્રાસવાદની સામે કાર્યવાહી કરવાને લઇને વિગત માંગવામાં આવી છે. પાકિસ્તાનને ૧૫૦ સવાલ કરવામાં આવ્યા છે. આ સવાલના કારણે પાકિસ્તાન પાસે બચી જવાની હવે કોઇ તક રહેલી નથી. આ માહિતી પાકિસ્તાન સરકારની રિપોર્ટ બાદ માંગવામાં આવી છે. જેમાં એફએટીએફ દ્વારા પુછવામાં આવેલા ૨૨ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. નાણાં મંત્રાલયના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે પાકિસ્તાનને આઠમી જાન્યુઆરી સુધી તમામ પ્રકારની માહિતી આપવાની રહે છે.
પાકિસ્તાન સરકારને ટેરર ફંડિગ, મની લોન્ડરિંગ અને સરહદ પાર નોટની તસ્કરી રોકવા માટે ક્યા પગલા લેવામાં આવી રહ્યા છે તે અંગે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારને માહિતી આપવી પડશે. પાકિસ્તાન આ તમામ પ્રકારની માહિતી આપી શકે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. પાકિસ્તાન હજુ પણ માને છેકે તેને હજુ ડેડલાઇન ૨૦૨૦ સુધી મળી શકે છે. ઇમરાન સરકાર વધુ સમય મળે તેમ માની રહી છે. ત્રાસવાદની સામે કાર્યવાહીની વિગત પણ પાકિસ્તાન પાસેથી માંગવામાં આવી છે. ત્રાસવાદની સામે કાર્યવાહીની વિગત માંગવામાં આવી છે. પાકિસ્તાન તેને વધુ એક તક મળે તેમ ઇચ્છે છે.