ઓર્ડીનેન્સ ફેકટરી બોર્ડ (OFB) એ આજે કહ્યું હતું કે સેના તરફથી તેમને જૂની INSAS રાઇફલ્સને બદલે ૭.૬૨ mm ની ઓટોમેટિક રાઇફલ્સનો ૧.૮૬ લાખ નંગનો ઓર્ડર મળ્યો હતો. સેનાએ આશરે આઠ લાખ ૭.૬૨ mm ની એસોલ્ટ ઓટોમેટિક રાઇફલ્સ માગી હતી જે પૈકી ૭૨૦૦૦ રાઇફલ્સ વૈશ્વિક ટેન્ડર મારફતે તાત્કાલિક ખરીદવામાં આવશે, એમ OFB ના સભ્ય હરીમોહને કહ્યું હતું. બાકીની ૭.૩ લાખ રાઇફલ્સ માટે સશસ્ત્ર દળને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ રૃટ અપનાવવો પડશે જેમાં સેનાની જરૃરિયાતના ૭૫ ટકા વૈશ્વિક ટેન્ડર દ્વારા ખરીદાશે અને બાકીના ૨૫નો ઓર્ડર OFB ને મળશે.
OFB ના ચેરમેન એસ.કે. ચૌરસિયાએ કહ્યું હતું કે ‘ઓર્ડીનેન્સ ફેકટરીઓને આશરે ૭.૬૨ mm ની રાઇફલ્સમાંથી ૧.૮૬ લાખ મંગ મળશે. આના માટે રાઇફલ્સ ફેકટરી, ઇશાપોર, પશ્ચિમ બંગાળ નોડલ એજન્સી તરીકે કામ કરશે.’
ચેરમેન દ્વારા વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે હાલમાં સેના અને અર્ધ લશ્કરી દળો ૫.૫૬ એમએમની ઇનસાસ રાઇફલ્ વાપરે છે કે જે મોટાભાગે કોઇને અપંગ બનાવી દેવા માટે જ વપરાય છે.’ પરંતુ હવે બદલતા જતાં સુરક્ષાના માહોલમાં આધુનિક શસ્ત્રોની જરૂરિયાત ઊભી થઇ છે અને સેના પાસે મારી નાંખવા માટે જ બંદુક હોવી જોઇએ.