રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કિરાડી ખાતે એક ગોડાઉનમાં આજે ભીષણ આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા નવ લોકો બળીને ભડથુ થઇ ગયા છે. સાથે સાથે અનેક લોકો દાજી ગયા છે. જેમની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આગની ઘટના અંગે માહિતી મળ્યા બાદ તરત જ ફાયરબિગ્રેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તરત જ આગ પર કાબુલ મેળવી લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. બચાવ અને રાહત કામગીરી પણ હાથ ધરવામા આવી હતી. ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. આગની ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકો બળીને ભડથુ થઇ ગયા હતા. આગ એટલી પ્રચંડ હતી કે ત્રણ લોકોના મોત તો ઘટનાસ્થળ પર થઇ ગયા હતા. અન્ય છ લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા.
પોલીસે માહિતી આપતા કહ્યુ છેકે પહેલા સિલેન્ડરબ્લાસ્ટ અંગે માહિતી મળી હતી. જેના કારણે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડેથી જાણવા મળ્યુ હતુ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઇ છે. દાજી ગયેલા લોકોને સારવાર માટે તરત જ ખસેડી દેવામાં આવ્યા હતા. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે પહેલા ઉંડી તપાસ કરવામાં આવ્યાબાદ જ માહિતી મળી શકશે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
અહીં સુરક્ષા સાથે સંબંધિત કોઇ નિયમો પાળવામાં આવ્યા ન હતા. આગને રોકી શકાય તેવા કોઇ સાધન ન હતા. આ સંબંધમાં આસપાસ રહેતા લોકોની પુછપરછ માહિતી એકત્રિત કરવા માટે કરવામાં આવી રહી છે.