વર્ષ ૨૦૧૯ની પૂર્ણાહૂતિ થવા જઇ રહી છે ત્યારે અનેક દેશોમાં આ સપ્તાહમાં રજાનો માહોલ રહેનાર છે જેમા બ્રાઝિલ, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ અને અન્ય કેટલાક દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાં ૨૪મી ડિસેમ્બરના દિવસે રજા રહેશે. ક્રિસમસ માટેના સપ્તાહને લઇને વિશ્વભરના બજારોમાં રજાનો માહોલ રહી શકે છે. અમેરિકા, બ્રિટન અને અન્ય યુરોપિયન માર્કેટમાં પણ રજા રહેનાર છે. ૨૫મી ડિસેમ્બરના દિવસે કારોબાર મોટાભાગના બજારોમાં બધ રહેશે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ સહિતના તમામ બજારો ૨૬મી ડિસેમ્બરના દિવસે રજા પાળશે. બોક્સિંગ ડેની સાથે સાથે રજાનો માહોલ જામી રહ્યો છે.
મૂડીરોકાણકારો વિતેલા વર્ષને વિદાય આપવા અને નવા વર્ષના સ્વાગત માટે તૈયારીમાં લાગી ગયા છે. ઉજવણીનો માહોલ છવાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારો અને કારોબારીઓ હાલમાં રોકાણના મૂડમાં દેખાઈ રહ્યા નથી. નવા વર્ષની શરૂઆત થયા બાદથી જ હવે કારોબારીઓ ફરી સક્રિય થાય તેમ માનવામાં આવે છે. ભારતીય બજારમાં પણ આની સીધી અસર જોવા મળી શકે છે.