બ્રોકરેજ કંપનીઓનો અંદાજ છે કે વર્ષ ૨૦૨૦માં શેરબજારમાંથી વધારે ઉંચા રિટર્ન મળવાની કોઇ શક્યતા નથી. આવી આશા રાખીને રહેલા લોકોને અથવા તો કારોબારીને નુકસાન થઇ શકે છે. નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે શેરના મુલ્યાંકન ખુબ વધી ગયા છે. આર્થિક મંદીની અસર પણ વર્ષ ૨૦૨૦માં રહી શકે છે. આર્થિક મંદી હાલમાં દુર થવાના સંકેત ઓછા દેખાઇ રહ્યા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની સામે રાજકોષીય મોરચા પર કેટલીક નવી સમસ્યા રહી શકે છે. આ તમામ પાસાની અસર બજારમાં થનાર છે. સેંસેક્સ કેટલી સપાટી પર પહોંચી શકે છે તેને લઇને પણ આંકડા જારી કરવામાં આવ્યા છે. નિષ્ણાંતો માને છે કે સેંસેક્સ ૨૦૨૦માં ૪૪૫૦૦ની ઉંચી સપાટી પર પહોંચી શકે છે. બીએનપી પારિબા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. જ્યારે મેબેંક કિમ અંગે કહ્યુ છે કે ૨૦૨૦માં શેરબજારમાં તટસ્થ વલણ જોવા મળી શકે છે. નિફ્ટી માટે ૨૦૨૦માં ૧૩૧૦૦ જેટલી સપાટી આંકવામાં આવી છે. તેમના કહેવા મુજબ ઓગષ્ટથી બજારમાં તેજી જોવા મળી રહી છે. તેજીના કારણે વર્ષ ૨૦૨૦માં સારા રિટર્ન માટેની આશા ઓછી દેખાઇ રહી છે. બીએનપી પારિબાના કહેવા મુજબ દેશના જીડીપી ગ્રોથ અંદાજમાં વધુ ઘટાડો થઇ શકે છે.
સરકાર માટે ખર્ચ વધારી દઇને અથવા તો ટેક્સ ઘટાડી દઇને રાજકોષીય રાહત આપવાની શક્યતા પણ મર્યાદિત રકહેલી છે. પ્રાઇવેટ મુડીરોકાણમાં પણ તરત વધારો થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. ફાયનાન્સિયલ એસેટ ક્વાલિટી દબાણની સ્થિતી રહેલી છે. બ્રોકરેજ દ્વારા કહેવામાં આવ્યુ છે કે મેક્રો-ઇકોનોમિક પડકારો હોવા છતાં ભારત પર ઓવરવેટ વલણ રહેલુ છે. તેમણે કહ્યુ હતુ કે રોકાણ માટે કેટલાક પ્રકારના સેક્ટર રહેલા હોય છે. શેર પંસદ કરવાના મામલે સાવધાની રાખવાની જરૂર છે. પ્રાઇવેટ બેંક, ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમજ અગ્રણી આઇટી કંપનીઓ તેમના રોકાણમાં પિક્સ છે. બ્રોકરેજે કહ્યુ છે કે ભારતના મેક્રો આઉચટલુક ભલે ધુંધળુ છે પરંતુ તે ટેલિકોમ કંપનીઓ, સીમેન્ટ, પાવર તેમજ ગેસ યુટિલીજ, સોફ્ટવેર તેમજ ટ્રેક્ટર કંપનીઓ માટે સારા સંકેત તરીકે છે.
જાણકાર લોકો કહે છે કે નિફ્ટી વર્ષ ૨૦૨૦માં વધારેને વધારે ૧૩૨૦૦ સુધી પહોંચી શકે છે. બેયર ફેઝમાં તે ૯૯૦૦ સુધી પહોંચી શકે છે. જાણકાર લોકો માની રહ્યા છે કે ફેબ્રુઆરી ૨૦૨૦માં સરકારે જો સાહસી નિર્ણય લીધા તો બજારમાં તેજી આવી શકે છે. તેના ઇન્વેસ્ટમેન્ટ પિક્સમાં આઇસીઆઇસીઆઇ બેક, એક્સીસ બેંક, ભારતી એરટેલ, પાવર ગ્રીડ સામેલ છે. અન્ય શ્રેણીબદ્ધ કંપનીઓ પણ તેમાં સામેલ છે. મારૂતિ સુઝુકી અને તાતા મોટર્સને વેચી દેવાની સલાહ પણ આપી છે.
બ્રોકરેજ કંપની આઇસીઆઇસીઆઇે કહ્યુ છે કે વર્ષ ૨૦૨૦માં નિફ્ટી રિટર્ન તો શાનદાર આપનાર છે. કારણ કે કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિક ગાળામાં શેરમાં તેજી આવી છે. જેના કારણે મુલ્યોમાં વધારો થયો છે. જોખમી સંપત્તિને લઇને હાલમાં સાવધાન રહેવાની જરૂર દેખાઇ રહી છે.આરબીઆઇ દ્વારા હાલમાં પોલિસી સમીક્ષા જારી કરી હતી જેમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. અત્રે નોંધનીય છે કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા.