કલાકારો પોતાની ફિલ્મોને હિટ કરવા માટે કોઇ કસર છોડતા નથી. માત્ર એક્ટિંગ જ નહી બલ્કે ફિલ્મમાં તેમના લુકને લઇને પણ કલાકારો પહેલા કરતા હવે વધારે સાવધાન થયા છે અને સાથે સાથે ગંભીર પણ બન્યા છે. ફિલ્મમાં કલાકારોના લુકને પણ હવે પહેલા કરતા વધારે મહત્વ મળી રહ્યુ છે. જેથી નિર્માતા નિર્દેશકો આ બાબત પર વધારે ધ્યાન આપી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કલાકાર હવે પહેલા જે પાત્રની જેમ દેખાવવા માટે પ્રોસ્થેટિક મેક અપનો ઉપયોગ કરે છે. તેના દ્વારા સ્ટારને એક એલગ લુક આપી દેવામાં આવે છે. કેટલીક વખત તો ઓળખ કરવાની બબત પણ મુશ્કેલ બની જાય છે. સુપર-૩૦માં રિતિક રોશન, ગુલાબો સિતાબોમાં અમિતાભ બચ્ચન અને અન્ય કેટલાક કલાકારોના કારણે પણ આ વર્ષ જોરદાર ચર્ચા રહી છે. પોતાના ૩૨માં જન્મદિવસે કંગના રાણાવતે તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાની બાયોગ્રાફી ફિલ્મમાં કામ કરવાની જાહેરાત કરી હતી. ફિલ્મનુ નામ થલાઇવી રાખવામાં આવ્યુ છે. થોડાક દિવસ પહેલા કંગનાની બહેને સોશિયલ મિડિયા એકાઉન્ટ મારફતે ફર્સ્ટ લુક જારી કરીને કેટલીક બાબતોનો ખુલાસો કર્યો હતો. થલાઇવીની જેમ દેખાવવા માટે કંગનાએ પ્રોસ્થેટિક્સની મદદ લીધી હતી. હાલમાં સાંડ કી આંખ નામની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જેમાં ભૂમિ અને તાપ્સી પન્નુએ પણ રિયલ લાઇફ શુટર દાદી ૮૭ વર્ષીય ચન્દ્રો તોમર અને ૮૨ વર્ષીય પ્રકાશી તોમરની ભૂમિકા અદા કરી હતી. આ ભૂમિકા અદા કરવા માટે કેટલાક લોકો દ્વારા તેમની સામે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા.
હાલમાં દીપિકા પણ એક પડકારરૂપ રોલમાં દેખાઇ છે. તેની આગામી ફિલ્મ છપાકમાં તે એસિડ હુમલાનો શિકાર થયેલી પિડીતાની લાઇફ પરની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મ માટે દીપિકાએ એસિડ અટેક સર્વાઇકલ તરીકેની ભૂમિકા અદા કરીને તમામને પ્રભાવિત કરી રહી છે. ફિલ્મના પોસ્ટરે નવી ચર્ચા જગાવી દીધી છે. બોલિવુડના તમામ લોકો દ્વારા પણ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. સતત સારી અને હિટ ફિલ્મ આપી રહેલા આયુષ્માન ખુરાનાની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બાલા બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ ગઇ છે. આ ફિલ્મ સમય કરતા પહેલા માથાના વાળ ખરી પડનાર વ્યક્તિ ની પટકથા પર આધારિત છે. હવે રણવીર સિંહ પણ કપિલ દેવની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તે જોરદાર રીતે દેખાશે. બાયોપિક ૮૩માં તે કામ કરી રહ્યો છે. તેના હાવભાવ, સ્ટાઇલ અને મુછો તેમજ ચહેરાના ભાવ કપિલ દેવની જેમ દેખાયા હતા.
બોલિવુડમાં હાલમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હોલિવુડના ટોપના નિષ્ણાંતોની પણ હવે મદદ લેવામાં આવી રહી છે. જેના કારણે કલાકારો બાયોપિક ફિલ્મમાં બિલકુલ ફિટ રોલમાં દેખાઇ રહ્યા છે.