આજની ભાગદોડભરી અને અનિયમિત ખાન-પાનભરી જિંદગીમાં કવોલિટી અને ન્યુટ્રીશન્સ ફુડની ઘણી જ મહત્વતા છે ત્યારે સમાજમાં ન્યુટ્રીશન્સ ફુડ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું બહુ જ અગત્યનું બની જાય છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં યંગસ્ટર્સ ભાજી કે લીલા શાકભાજી ખાવાનું ટાળી રહ્યા છે, તે બાબત ઘણી ગંભીર છે. વળી, ન્યુટ્રીશન્સ અને કવોલિટી ફુડ મોંઘા કે પોષાય તેમ નહી હોવાની જે ભ્રામક માન્યતા લોકોમાં પ્રવર્તી રહી છે તે પણ ખોટી છે, વાસ્વમાં કવોલિટી અને ન્યુટ્રીશન્સ ફુડ તમારા રોજિંદા આહારમાં જ ઉપલબ્ધ હોય છે જરૂર છે માત્ર તેને પસંદ કરવાની અને તેને તમારા રોજિંદા ડાયેટ પ્લાનમાં સમાવવાની એમ અમદાવાદ શહેરમાં પોષણ અને આહાર વિજ્ઞાન પર શરૂ થયેલા ત્રિદિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં ધ ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો.જગમીત મદાન અને આર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.રીમા રાવે જણાવ્યું હતું. ધ ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસીએશનની ગુજરાત શાખા દ્વારા તા.૧૯, ૨૦ અને ૨૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ધ ફોરમ, ક્લબ ૦૭, અમદાવાદ ખાતે ઈન્ડિયન ડાયટેટિક એસોસીએશનની ૫૨મી વાર્ષિક કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો તે પ્રસંગે આ નિષ્ણાત મહાનુભાવોએ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રિદવસીય આ રાષ્ટ્રીય સમંલેનમાં નવી તકોની શોધ, આહાર સશક્તિકરણ, જીવનધોરણને સમૃદ્ધ બનાવવું, કોન્ફરન્સની થીમ તેના ત્રિપક્ષિય હેતુ, સંશોધન, રોજિંદી પ્રેક્ટિસના પડકાર તથા સામુદાયિક જવાબદારીને આવરી લે છે. આ સંમેલન દેશમાં આહાર વિશેષજ્ઞો તથા પોષણ વિજ્ઞાનીઓનું સૌથી મોટું સંમેલન બની રહેશે. સુપ્રસિદ્ધ વક્તાઓ, જ્ઞાનસભર ચર્ચાઓ તથા તદ્દન નવા સત્રોએ આઈડીએકોન ૨૦૧૯ની સૌથી આગવી વિશેષતા છે. દેશ અને દુનિયામાંથી નિષ્ણાત મહાનુભાવો, તબીબો અને તજજ્ઞો આ રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા આવી રહ્યા છે.