નાગરિક કાનુનની સામે હિંસક વિરોધ પ્રદર્શન કરવા અને સોશિયલ મિડિયા પર અફવાહ ફેલાવી રહેલા તત્વોની સામે કઠોર કાર્યવાહી કરવાના મુડમાં યોગી સરકાર આવી ગઇ છે. અફવા પર બ્રેક મુકવા માટે પ્રદેશમાં ૨૦ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. સરકારે સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુ રહેમાન બર્કની સામે કેસ દાખલ કર્યો છે. પ્રદેશમાં આશરે ૩૦૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. એકમાત્ર લખનૌમાં જ ૩૧ લોકોની ૧૦૨ લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંસા ફેલાવનાર તત્વોની ઓળખ કરીને તેમની સંપત્તિને જપ્ત કરવામાં આવનાર છે. સમગ્ર મામલામાં સાત એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સેંકડોની સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. વ્યાપક તોફફોડ કરવામાં આવી હતી. પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા છતાં તેના ભંગ કરવામાં આવ્યા હતા.
વહીવટીતંત્ર તરફથી દેખાવ કરવાની કોઇને પરવાનગી અપાઈ નથી તેમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું. નાગરિક સુધારા કાનુનની સામે દેખાવ કરનાર લોકો કોર્ટમાં પહોંચી ગયા છે. હાલમાં બનેલા નવા નાગરિક કાનુનની સામે હિંસક પ્રદર્શન જારી છે. નાગરિક સુધારા કાનુનને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી જુદી જુદી ૫૯ અરજીઓ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. સાથે સાથે કેન્દ્ર સરકારને જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટેનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નવા કાનુન પર સ્ટે મુકવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. સાથે સાથે કહ્યુ છે કે હજુ તે લાગુ નથી ત્યારે તેના પર સ્ટેનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મામલાની આગામી સુનાવણી ૨૨મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. અરજી કરનાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.