બોલિવુડની લોકપ્રિય સ્ટાર પૈકી એક જેક્લીન ભારે લોકપ્રિયતા ધરાવે છે છતાં તેની પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. કેટલીક ફિલ્મમાં તેને લેવા માટે ચર્ચા ચાલી રહી છે પરંતુ તે સંબંધમાં પાકી માહિતી આવી નથી. તે છેલ્લે ડ્રાઇવ નામની ફિલ્મ રજૂ થઇ હતી. જેમાં તેની સાથે સુશાંતની ભૂમિકા હતી. આ ફિલ્મ નેટફ્લીક્સ પર સીધી રીતે રજૂ કરવામાં આવી હતી.
જેક્લીન છેલ્લા કેટલાક સમયથી કોઇ ફિલ્મમાં નજરે પડી નથી. તે છેલ્લે ડ્રાઇવ અને જુડવા-૨ ફિલ્મમાં દેખાઇ હતી. ત્યારબાદ તેની કોઇ મોટી ફિલ્મ આવી નથી. જેક્લીન સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં કામ કર્યા બાદ સુપરસ્ટાર બની હતી. તે સલમાન ખાનની સાથે રેસ-૩માં પણ નજરે પડી હતી.
જો કે તે હાલમાં અપેક્ષા મુજબની ફિલ્મો મેળવી રહી નથી. તે સ્પર્ધાને લઇને પરેશાન પણ નથી. જુદા જુદા કાર્યક્રમમાં તે નજરે પડતી રહે છે. તે કેટલાક અન્ય પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત બનેલી છે. જેમાં ફેશન અને મોડલિંગ સાથે જોડાયેલા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. હાલમાં ફિલ્મ ન હોવાથી ચિંતિત નથી.