ઈસુઝુ ‘5સિક્યોર’ પેકેજની સફળતાને આગળ ધપાવતા કે જેમાં ‘5 વર્ષની કોમ્પ્રિહેન્સિવ વોરંટી અને 5 વર્ષના ફ્રી પિરિયોડિક મેઈન્ટનન્સ’ પ્રતિ 150000 કિમી (જે વહેલું હોય તે) આપવામાં આવે છે તેમાં ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા દ્વારા વધારાના 50000 કિમી (જે વહેલુ હોય તે) માટે ‘એક્સ્ટેન્ડેડ 3 વર્ષની વોરંટી પાવરટ્રેન’ પર આપીને વેલ્યુ પ્રપોઝિશનમાં વધારો કરવામાં આવ્યો છે.
5સિક્યોર’ પેકેજ કે જે ઈસુઝુ એમયુ-એક્સ પર તે 2018માં લોન્ચ થયા પછી આપવામાં આવ્યું છે તે ઈસુઝુ દ્વારા ગ્રાહકો માટેની સફળ વેલ્યુ ઓફરિંગ બની રહી છે. તેમાં પ્રોડક્ટની વિશ્વસનીયતા અને ટકાઉપણું સમગ્ર આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને માનસિક શાંતિ આપે છે.
આ ઓફર તાત્કાલિક અસરથી લાગુ થશે અને 31 ડિસેમ્બર, 2019 સુધી માન્ય રહેશે. દેશભરમાં ઈસુઝુ ડિલરશીપ્સમાં લાગુ શરતો અને નિયમો તપાસી શકાશે. ઓક્ટોબર 2018માં લોન્ચ થયા પછી નવી એમયુ-એક્સ બંને દુનિયા માટે સૌથી ઉત્તમ ઓફર આપે છે. તે એવા ગ્રાહકો કે જેઓ માત્ર સ્ટાઈલ અને પાવર અને રોડ પર પ્રભાવશાળી ઉપસ્થિતિ જ નહીં પણ બેસ્ટ ઈન ક્લાસ સ્પેસ અને અનુકૂળતા તેમના પરિવાર માટે ઈચ્છે છે તેમના માટે એકદમ યોગ્ય કોમ્બિનેશ છે.
ગ્રાહક પાસેથી કોઈ વધારાનો ખર્ચ લીધા વિના, આ એક્સ્ટેન્ડેડ વોરંટી અનેક ફુલ સાઈઝ એસયુવી ચાહકોને ભારતમાં એસયુવીના સેગમેન્ટમાં આકર્ષક કિંમતમાં ઉપલબ્ધ ઈસુઝુ એમયુ-એક્સ મેળવવા માટે સક્ષમ બનાવશે.