આધુનિક સમયમાં નવી પેઢીને ધ્યાનમાં લઇને નવી નવી ટેકનોલોજી અને ફિચર્સ બજારમાં લાવવામાં આવી રહ્યા છે. જેના કારણે યુવાનોની સાથે સાથે અન્ય લોકો પણ તેમની તરફ આકર્ષિત થઇ રહ્યા છે. હાલમાં કેટલાક ફોનમાં આ પ્રકારના યુનિક ફિચર્સ આવી રહ્યા છે જે દરેક વ્યક્તિ માટે ખુબ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. ગેમિંગથી લઇને વર્કિંગ સુધી નવા ફિચર્સ આવી રહ્યા છે. કેટલાક ક્રાંતિકારી ફિચર્સ આવી ગયા છે જ્યારે કેટલાક હવે આવનાર છે. એક ફિચર્સ વાયરલેસ ડેસ્કટોપ મોડ છે. ઇજી પ્રોજેક્શન પણ એક ખાસ ફિચર છે. તેના કારણે ફોનની સ્ક્રીનને વાયર વિના મોટી સ્ક્રીન જેમ કે ટીવી અથવા તો પ્રોજેક્ટરની સાથે જોડી શકાય છે. આને ફોન મોડ અથવા તો ડેસ્કટોપ મોડમાં કામમાં લઇ શકાય છે. ડેસ્કટોપ મોડ ઓન કરવામા આવ્યા બાદ ફોનની સ્ક્રીન ટચપેડ બની જાય છે.
આવી જ રીતે અલ્ટ્રાસોનિક બટન્સ પણ છે. આ ફિચર એક બે ગેમિંગ સ્માર્ટ ફોનમાં ઉપલબ્ધ છે. તેમાં અલ્ટ્રા સોનિક ટચ સેન્સર્સ લાગેલા છે. જે ફોનની સાઇડમાં હોય છે. આ એવા ગેમર્સ માટે છે જે જે એક સેન્સર્સને શુટિંગ માટે એસાઇન કરવા માટે ઇચ્છુક હોય છે. જ્યારે બીજા સેન્સર્સને જંપિંગ માટે એસાઇન કરવા માટે ઇચ્છુક હોય છે. તમે ટચ સેન્સર્સને ગેમિંગ ઉપરાંત પણ અન્ય કામમાં લઇ શકાય છે. દાખલા તરીકે કેમેરા મેન્યુઅલ મોડમાં વેલ્યુઝ એડજસ્ટ કરી શકાય છે. મલ્ટી મિડિયા માટે પ્લેબેક કન્ટ્રોલ મેળવી શકાય છે. તેના પર મલ્ટી મિડિયા કન્ટ્રોલ મેળવી શકાય છે. તે કેલક્યુલેટર, કેલેન્ડર, મ્યુઝિક પ્લેયર અને વિડિયો પ્લેયર જેવા એપને દર્શાવી શકે છે. આ નાની સ્ક્રીને પોતાની મુખ્ય ડિસ્પ્લેના એક્સટેન્શન તરીકે પણ કામ કરી શકાય છે. ડોક્યુમેન્ટ યુજર્સ માટે સ્ક્રીનપેડ ઓફિસ એપ્સ જેમ કે વર્ડ, એક્સલ અને પાવર પોઇન્ટના શોર્ટ કટની તે ઓફર કરે છે.
અન્ય એક નવા ફિચરમાં બ્લુટુથ ડ્યુલ ઓડિયો છે. આ ફિચર્સ સૈદ્ધાંતિક રીતે એવા તમામ ડિવાઇસ પર છે જેમા બ્લુટુથ વર્જન પાંચ છે. આ ફિચરની મદદથી પોતાના ડિવાઇસ જેમ કે ફોન, ટેબલેટ અથવા તો લેપટોપને એક જ સમય પર બે કનેક્ટેડ સ્પીકર્સ પર વાયરલેસ ઓડિયો સ્ટ્રીમ કરી શકાય છે. આ જરૂરી નથી કે બંને બ્લુટુથ સ્પીકર્સ એક જેવા જ હોય, આ ફિચર બે વર્ષ પહેલા એક પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રોનિક્સ કંપની દ્વારા લોંચ કરવામા આવ્યા બાદ તેની ચર્ચા રહી હતી. પરંતુ હવે આ ફિચર તમામ જગ્યાએ ઉપલબ્ધ છે. કેટલીક થર્ડ પાર્ટી એપ્સ પણ ઉપલબ્ધ છે. જે આપના ફોનમાં આ ફંક્શનને જોડી શકે છે. આવી જ રીતે એક ફિચર્સ ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ પણ છે.
વાયરલેસ ચાર્જિંગ યુઝર્સને સુવિધા આપે છે. સામાન્ય રીતે આ વાયર્ડ ચાર્જિંગની તુલનામાં ગતિ ધીમી છે. ક્વાલકોમ ફોન્સ ક્વીક ચાર્જની ટેકનોલોજી લઇને આવ્યા છે. બીજી અન્ય પ્રમુખ કંપનીઓન ક્વીક ચાર્જ, વોક ચાર્જિંગ, ડેશ ચાર્જ ટેકનોલોજીની પણ ચર્ચા છે. કેટલીક કંપનીઓની રેંજમાં તો ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગની બેની સુવિધા પણ ઉપલબ્ધ બની છે. આ રીતે ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ, બ્લુટુથ ડ્યુઅલ ઓડિયો, અલ્ટ્રાસોનિક બટન્સ, ટ્રેકપેડની જગ્યાએ સ્ક્રીન પેડ તેમજ વાયરલેસ ડેસ્કટોપ મોડ ઉપયોગી ફિચર્સ છે જે તમામ માટે ઉપયોગી સાબિત થઇ રહ્યા છે.
આધુનિક સમયમાં કંપનીઓ ખુબ ઝડપથી નવી નવી ટેકનોલોજી લાવી રહી છે. જેના કારણે લોકોને વધુને વધુ સુવિધા મળી રહી છે. લોકોને વિવિધ રીતે મદદરૂપ થઇ રહ્યા છે. આ તમામ ફિચર્સ સાથે લોકો વાકેફ બને તે પણ જરૂરી છે. કારણ કે ફિચર્સ અનેક છે પરંતુ માહિતી ખુબ ઓછા લોકો પાસે હોય છે.