શિક્ષણ ક્ષેત્રમાં ધરખમ સુધારા કરવાની અને શિક્ષણની ગુણવત્તાને સુધારી દેવા માટેની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં નામમાત્ર સુધારા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ચિત્ર હજુ પણ આશાસ્પદ રહ્યુ નથી. મોદી સરકાર જુદા જુદા ક્ષેત્રોમાં કઠોર પગલા લઇ રહી છે ત્યારે હવે શિક્ષણના ક્ષેત્રમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે. લોકો સરકાર પાસેથી મોટા નિર્ણયની આશા પણ રાખી રહ્યા છે. આવી સ્થિતીમાં મોટા ભાગના જાણકાર શિક્ષણ શાસ્ત્રી અને અન્ય નિષ્ણાંતો નક્કરપણે માને છે કે સમગ્ર શિક્ષણ જગતના ચિત્રને કેટલાક સ્તર પર બદલી નાંખવાની જરૂર દેખાઇ રહી છે. યોગ્ય અને આદર્શ બાબત તો એ છે કે પાઠ્યક્રમમાં કેટલાક શબ્દો અને કેટલાક પ્રકરણને બદલી નાંખવાની પરંપરાને દુર કરીને શિક્ષણના ક્ષેત્રમાં કેટલાક મોટા સુધારા કરવામાં આવે તો જરૂરી છે.
દેશના ચિત્રને બદલી નાંખવા માટે શિક્ષણ ક્ષેત્રમાં અસરકારક સુધારા કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. સંઘ લોકસેવા આયોગ પર અંગ્રેજીનુ પ્રભુત્વ ખુબ વધારે જોવા મળે છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા સિવિલ સેવાઓના પરિણામ ભારતીય ભાષાની બિલકુલ વિરુદ્ધ ગયા છે. માત્ર ચાર ટકા પરિણામને લઇને પણ ચર્ચા છે. હકીકત એ છે કે વર્ષ ૨૦૧૧માં તત્કાલીન સરકાર દ્વારા સિવિલ સેવાની પ્રારંભિક પરીક્ષા પર અંગ્રેજી લાદી દેવાના કારણે તેની કિંમત આજે ચુકવવાની ફરજ પડી રહી છે. દેશભરમાં હાલના આંકડા દર્શાવે છે કે રાજ્ય યુનિવર્સિટીઓની સંખ્યા ૩૯૯ છે. આવી જ રીતે ડીમ્ડ યુનિવર્સિટીની સંખ્યા ૧૨૬ જેટલી રહેલી છે. આવી જ રીતે કેન્દ્રિય યુનિવર્સિટીઓની સંખ્યા ૪૮ રહી છે. ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા ૩૩૪ રહેલી છે.
સરકાર હકીકતમાં દેશના ચિત્રને બદલી નાંખવા માટે ઇચ્છુક છે અને જનતા માટે તેની ઇચ્છા મુજબ કામ કરવા માટે ગંભીર છે તો શિક્ષણના ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નેલ્સન મંડેલાથી લઇને દુનિયાના તમામ મહાન નેતાઓએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે શિક્ષણની વ્યવસ્થામાં ફેરફાર કરીને ચિત્ર બદલી શકાય છે. સમગ્ર દેશમાં હાલમાં પ્રવેશને લઇને હલચલ જોવા મળે છે. સ્નાતક, એન્જીન્યરીંગ, કાનન, મેડિકલ સહિતના ક્ષેત્રમાં પ્રવેશ લેવા માટે પડાપડી જોવા મળે છે. જો કે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તમામ ક્ષેત્રમાં જવા માટે પ્રવેશ પરીક્ષા અંગ્રેજી ભાષામાં લેવામાં આવે છે. બિહારના એક વિદ્યાર્થી અંકિત દુબેએ થોડાક વર્ષ પહેલા કહ્યુ હતુ કે કે તે બિહારમાંથી રાજનીતિ શાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. જો કે જેએનયુમાં પ્રવેશ મેળવી લેવા માટે બે વખત પરીક્ષા આપી હોવા છતાં ફ્લોપ રહ્યો હતો. કારણકે તે અંગ્રેજીમાં જવાબો આપી શક્યો ન હતો. સારી બાબત એ છે કે નવી સરકાર હવે માત્ર જેએનયુમાં જ નહીં બલ્કે તમામ લો યુનિવર્સિટીઓ સહિત તમામ કોલેજમાં પ્રવેશ પરીક્ષાને ભારતીય ભાષામાં ઉપલબ્ધ બનાવે.
આપણે આ વાત પણ ભુલવી જોઇએ નહીં કે મોદી અને શાહની સફળતામાં સૌથી મોટુ યોદગાન તેમની હિન્દી અને ગુજરાતી ભાષામાં પુરતી પક્કડ પણ છે. જન જન સુધી તેમની ભાષાને લોકો સમજી રહ્યા છે. ૨૦૧૪માં પણ ભાષાની ક્ષમતાના આધાર પર જ મોદીએ દેશના લોકોના દિલ જીતી લીધા હતા. આ માત્ર ચૂંટણી જીતવા સુધી મર્યાદિત બાબત નથી. છેલ્લી વખત મોદી જ્યારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે અધિકારીઓ પણ તેમની વાત હિન્દીમાં સમજાવવાના પ્રયાસમાં લાગી ગયા હતા.
જો કે દિલ્હીની ફાઇલોમાં હજુ પણ પહેલાની જેમ અંગ્રેજીનુ મહત્વ છે. નવી સરકાર પાસેથી અપેક્ષા છે કે ભારતીય ભાષાઓને લઇને કેટલાક સાર્થક પગલા લેવામાં આવે. સંઘ લોક સેવા આયોગ પર અંગ્રેજીનુ પ્રભુત્વ વધારે છે. હાલમાં જ જાહેર સિવિલ સેવાઓના પરિણામ ભારતીય ભાષાની બિલકુલ વિરુદ્ધમાં ગયા છે. વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઇ હતી. સરકાર હવે આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે. સ્વતંત્રતા બાદ શિક્ષણના ક્ષેત્રમાં પણ વિવિધ પગલા લેવામા આવી રહ્યા છે પરંતુ અપેક્ષા મુજબની સ્થિતી શિક્ષણના ક્ષેત્રમાં હજુ સુધી ઉભી થઇ શકી નથી.