મિત્રો સાઉદી અરેબિયા દુનિયાના સૌથી શક્તિશાળી દેશો પૈકી એક છે. સાઉદીના કાનુન અને ત્યાંની વ્યવસ્થા ખુબ કઠોર છે. અહીં તમામ નાના નાના ગુના માટે કઠોર સજાની જોગવાઇ રહેલી છે. સાઉદી અરેબિયામાં મહિલાઓની સુરક્ષા સાથે સંબંધિત કાનુન તો વધારે કઠોર રહેલા છે. કાનુન એટલા કઠોર રાખવામાં આવ્યા છે કે મહિલા પર અને યુવતિ પર રેપની બાબત તો દુરની છે ત્યાં કોઇ મહિલાને આંખ ઉઠાવીને જોવાની હિમ્મત પણ કોઇ કરી શકે નહીં. આ જ કારણ છે કે કોઇ પુરૂષ મહિલાને જોવાની હિમ્મત પણ કરી શકે તેમ નથી. જો કે કેટલાક લોકો એમ પણ કહે છે કે સાઉદી અરેબિયા એક નિર્દયી દેશ તરીકે છે. જ્યાં લોકોને નાની નાની બાબતો પર સજા કરવામાં આવે છે. પરંતુ આ બાબત પૂર્ણ રીતે ખોટી છે. આવી દલીલ કરતા લોકોને ત્યાંના કાયદા અંગે પૂર્ણ માહિતી રહેલી નથી. આવા લોકો અન્યો પાસેથી સાંભળેલી માહિતી બીજાને આપતા રહે છે.
સાથે સાથે અન્યો પણ બીજાની વાત પર વિશ્વાસ કરી લે છે. સાઉદી અરેબિયાના કાનુનની વાત કરવામાં આવે તો મોતની સજા એક વખતે જ આપવામાં આવે છે જ્યારે કોઇ ઘૃણાસ્પદ કૃત્ય કોઇના દ્વારા કરવામાં આવે છે. અથવા તો કોઇની હત્યા કરી દેવામાં આવે છે. તાજેતરમાં જ હૈદરાબાદમાં એક મહિલા પશુ તબીબની સાથે હૈવાનિયત ભરેલુ કૃત્ય કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ દેશના લોકોમાં ખુબ નારાજગી પ્રવર્તી રહી હતી. તમામ અપરાધીઓને કઠોર સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી. પોલીસે આખરે એન્કાઉન્ટર કરીને ચાર અપરાધીઓને મોતને ઘાટ ઉતારી દેતા આની ચર્ચા રહી હતી. કેટલાક કાનુનના જાણકાર લોકો પણ કહે છે કે અમારે ત્યાં કાનુનની વ્યવસ્થા નબળી અને ઉદાસીન છે. એવી વ્યવસ્થા નબળી છે કે નિર્ભયા કેસમાં પણ પૂર્ણ રીતે પરિવારને ન્યાય મળ્યુ નથી. તેના દોષિતોને પણ હજુ સુધી સજા કરવામાં આવી નથી. રાષ્ટ્રપતિ પાસે હાલમાં મામલો પહોંચેલો છે.
કેટલાક દેશોમાં રેપના અપરાધીઓને જે સજા કરવાની જોગવાઇ રહેલી છે તે સાંભળીને તમામ લોકો ચોંકી જાય તેવી સ્થિતી છે. અપરાધીઓ પણ સજા અંગે સાંભળીને ચોંકી જાય છે. દશકો સુધી અહીં કોઇ ઘટના બનતી નથી. જો કોઇ વ્યક્તિ જાહેરમાં કોઇ નિવેદન કરી નાંખે છે તો તેના માટે પણ તમામની વચ્ચે સજા કરવામાં આવે છે. જોવાવાળા લોકો પણ ભયભીત થઇ જાય છે. સાઉદી અરેબિયા પણ આવા જ દેશોમાં સામેલ છે. સાઉદીના કેટલાક એવા કાનુન છે જેના કારણે મહિલાઓ સુરક્ષિત રહે છે. આ સાઉદી માટે સૌથી ખતરનાક કાનુન છે. સાઉદી અરેબિયામાં મહિલાઓ હમેંશા બુરખામાં રહે છે. નાની બાળકીને પણ બુરખામાં રહેવાની ફરજ પડે છે. પરદામાં રહેવાના કારણે મહિલાઓ પર કોઇની ખોટી નજર પડતી નથી. જેના કારણે રેપ જેવા બનાવ રોકાઇ જાય છે.
જો કોઇ મહિલા બુરખા વગર દેખાય તો ત્યાં સજા કરવામાં આવે છે. સાઉદીમાં રહેનાર કોઇ પણ મહિલા લગ્ન બાદ એકલી ફરી શકે તેમ નથી. તેને હમેંશા પતિની સાથે ફરવાની જરૂર હોય છે. જો તે માર્કેટ પણ જવા ઇચ્છે તો તેને પતિ અથવા તો પોતાના પરિવાર સાથે જવાની જરૂર હોય છે. જો સાઉદીમાં કોઇ વ્યક્તિ કોઇ મહિલાની સાથે બળાત્કાર કરે છે તો તે શખ્સની પૂ્ર્ણ રીતે તપાસ કરવામાં આવે છે. જ્યારે તે વ્યક્તિ પોતાના ગુનાની કબુલાત કરી લે છે ત્યારે તેનુ ચાર રસ્તામાં લાવીને ગળુ કાપી નાંખવામાં આવે છે. આ જ કારણસર સાઉદીમાં લોકો આ પ્રકારના ઘૃણાસ્પદ ગુના કરતા ડરે છે. સાઉદીમાં કોઇ પ્રકારની આપત્તિજનક તસ્વીર ખરાબ ફોટો અથવા તો વિડિયો જોવા પર પ્રતિબંધ છે. જો કોઇ આવુ કરે તો તેના પર કઠોર સજાની જોગવાઇ છે. સાથે સાથે પકડાઇ જવાની સ્થિતીમાં કઠોર સજા કરવામાં આવે છે. આવા લોકોની ધરપકડ કરવા માટે સાઉદી અરેબિયાની સિક્યુરિટી ૨૪ કલાક નજર રાખે છે.
ઇન્ટરનેટ મારફતે કોઇ વ્યક્તિ કોઇ ખોટુ કામ કરે છે કે કેમ તેના પર નજર રાખવામાં આવે છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે ખુબ કઠોર ધારાધારણ અમલી કરવામાં આવ્યા છે. જો કે કેટલાક લોકો મહિલાઓની સુરક્ષાને લઇને આને યોગ્ય ગણે છે. આ લોકોનુ કહેવુ છે કે કઠોર કાનુનના કારણે પુરૂષો અપરાધ કરવાની હિમ્મત કરી શકતા નથી.