શાલિની પાંડેએ તેલુગુ બ્લોકબસ્ટર અર્જુન રેડ્ડીમાં પોતાની અભિનય શક્તિ સાથે બધાને જ મોહિત કરી દીધા હતા અને હવે બોલીવૂડના એક મોટી લોન્ચમાં તે આગામી વર્ષે રિલીઝ થનારી બહુપ્રતિક્ષિત જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહની હિરોઈન તરીકે ચમકશે. શાલિની પાંડેએ આ યશ રાજ ફિલ્મ્સ સાથે બોલીવૂડમાં પદાર્પણ કર્યું છે, જે ફિલ્મની વાર્તારેખા સ્ત્રી સશક્તિકરણ પર આધારિત છે. આ પ્રતિભાશાળી અભિનેત્રીની વાયઆરએફ દ્વારા આગળ જતાં માવજત કરાશે.
વાયઆરએફે હંમેશાં રણવીર સિંહ, અનુષ્કા શર્મા, ભૂમિ પેડનેકર, વગેરે જેવી બહારની ઉત્કૃષ્ટ પ્રતિભાઓની ખોજ કરી છે, જેઓ પોતાની રીતે સ્ટાર બની ચૂક્યાં છે. આથી શાલિની પાંડે નિશ્ચિત જ વાયઆરએફે બતાવેલો વિશ્વાસ અને રણવીર જેવા ઉત્તમ અભિનેતા સામે તે મુખ્ય પાત્રમાં આવી રહી હોવાથી તેને જોવી રહી.
જયેશભાઈ જોરદારના નિર્માતા મનીષ શર્માએ આ 25 વર્ષની અભિનેત્રી વિશે જણાવ્યું હતું કે અમારી સ્ક્રિપ્ટ અને ફિલ્મના વિઝનમાં મુખ્ય અભિનેત્રી નવો ચહેરો જોઈતી હતી. શાલિની પાંડેનું ઓડિશન એટલું ઉત્સ્ફૂર્ત હતું કે અમને તે જ જોઈએ છે એવું નક્કી થઈ ગયું. તે તાજગીપૂર્ણ હાજરી સાથેની ખાતરીદાયક અભિનેત્રી છે અને તેની પ્રતિભાને ટેકો આપવામાં અમને ખુશી થઈ રહી છે. તે જયેશભાઈ જોરદારમાં તમારું ધ્યાન અચૂક ખેંચશે, એમ મનીષ કહે છે.
શાલિની પાંડેએ જબલપુર (મધ્ય પ્રદેશ)માં થિયેટરમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી હતી, જે પછી તેને તેલુગુ ઉદ્યોગમાં સ્થાન મળ્યું હતું. તેલુગુ બહુ સારી રીતે બોલી શકતી નહીં હોવા છતાં શાલિની પાંડેએ અર્જુન રેડ્ડીમાં પોતાનું ડબિંગ કરવા માટે બહુ મહેનત લીધી હતી અને તેના પરફોર્મન્સની આજે ચોમેર સરાહના થઈ રહી છે. તેણે કલ્ટ ક્લાસિક મહાનતીમાં પણ કામ કર્યું છે.
બોલીવૂડમાં આ મોટા પદાર્પણ વિશે શાલિની પાંડે કહે છે, પ્રતિભા તરીકે સહી કરવાનો અને યશ રાજ ફિલ્મના બેનર હેઠળ કામ કરવાનો મોકો મળવો તે કોઈ પણ કલાકારનું સપનું હોય છે. હિંદી ફિલ્મ ઉદ્યોગમાં મને આ તબક્કે આટલી મોટી તક મળી તે આશીર્વાદરૂપ છે અને હું તે માટે ખૂબ ખૂબ આભારી છું. વળી, અમારી પેઢીના સૌથી મોટા સુપરસ્ટાર અને સદાબહાર અભિનેતામાંથી એક સાથે મને કામ કરવાનો મોકો મળ્યો તે માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું. તેની સાથે મારી જોડી બનાવવામાં આવી તેનાથી રોમાંચિત છું અને મારું શ્રેષ્ઠ આપવા માટે મેં વ્યાપક તૈયારી કરી છે.