વિશ્વની અગ્રણી ટાયર કંપનીઓમાની એક મિશેલીને તાજેતરમાં જ મિશેલીન એનર્જી XM2+ની ભારતમાં રજૂઆત કરી છે જે અત્યંત સફળ એવા મિશેલની એનર્જી XM2 ટાયર્સનું સ્થાન લેશે. જે લોકો અંત સુધી સુરક્ષા અને કામગીરીની ઇચ્છા રાખે છે તેવા યુવાન અને હેરફેર કરતા વપરાશકારોને ટાર્ગેટ કરતા મિશેલીન એનર્જી XM2+ નાની અને મધ્યમ કદની પેસેન્જર્સ કાર્સ માટે ઉત્તમ ફીટમેન્ટ છે. વેટ બ્રેકીંગની અગાઉની જનરેશનને પાછળ રાખવા માટે વિકસાવવામાં આવેલા મિશેલીન એનર્જી XM2+, નવા હોય ત્યારે અને વપરાશી આયુષ્ય દરમિયાન અંતિમ સુરક્ષા પ્રદાન કરે છે.
મિશેલીન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ મોહન કુમારે જણાવ્યું હતું કે ભારતમાં મિશેલીનની પ્રવૃત્તિનું કેન્દ્ર લાંબા ગાળા સુધીની કામગીરી છે. ભારતમાં અમે ફરી એક વાર મિશેલીન એનર્જી XM2+ દ્વારા દૈનિક હેરફેર કરતા લોકોના ધોરણને ઊપર લઇ જઇ રહ્યા છીએ, જે તેના પૂરોગામીમાં સુધારો દર્શાવે છે, તેમજ મિશેલીન એનર્જી XM2 સતત 8 વર્ષો સુધી સામૂહિક બજારમાં અગ્રણી રહ્યા હતા. અમારા ગ્રાહકો સુરક્ષિત રહે અને ઊંચુ પરફોર્મન્સ આપતા ટાયર્સ લાવવા માટે મે પ્રતિબદ્ધ છીએ, તેઓએ કેટલા કિલોમીટર ચલાવ્યા છે તેની કોઇ લેવાદેવા નથી અને મિશેલીન એનર્જી XM2+ આ પ્રતિબદ્ધતાનું ખરુ પ્રમાણ છે.
નવા ફુલ સિલીકા રબર કંપાઉન્ડ સાથે, મિશેલીન એનર્જી XM2+ નવી પરિસ્થિતિમાં પ્રિમીયમ સ્પર્ધક ટાયરની તુલનામાં ભીના માર્ગો પર 2.4 મીટર પહેલા જ અટકી જાય છે અને ગરમ પરિસ્થિતિમાં 3.3 મીટર્સ પહેલા અટકી જાય છે.
મિશેલીન એનર્જી XM2+ અન્ય પ્રિમીયમ ટાયર ઉત્પાદકો સામે 29%** વધુ લાંબા માઇલેજ ઓફર કરે છે. : ફીલર-ફીલર મોલેક્યુલર બોન્ડ સાથેનું નવુ રબર ફોર્મ્યુલેશન ઘસારાના દરમાં ઘટાડો કરે છે અને તેની ઓલ્ટરનેટ બ્રિજ ટેકનોલોજી ફ્રેડ બ્લોકમાં ઓછા શફલીંગને સુનિશ્ચિત કરે છે જે ઓછા ઘસારામાં પરિણમે છે.
સાઇડવોલ પર‘+’ની નિશાની મિશેલીન એનર્જી XM2+ તેના પુરોગામીની વિરુદ્ધ બ્રેકીંગ ચડીયાતાપણાની પાછળ રબર કંપાઉન્ડ અપગ્રેડનો સંકેત આપે છે. ટાયરે તેના પૂરોગામીના લીલા કલરના ‘X’ નિશાનને જાળવી રાખ્યું છે. વિસ્તરિત સુરક્ષા અને નાણાંના ચડીયાતા મૂલ્યનું મિશ્રણ યુવા ગ્રાહકોને આકર્ષશે તેવી અમને આશા છે.
ભારતમાં નવા મિશેલીન એનર્જી XM2+ ભારતભરમાં મિશેલીનના ઓથોરાઇઝ્ડ ડીલર્સને ત્યાં રૂ. 5090ની એમઆરપીથી શરૂ થાય છે. ટાયર્સ 2020ના પ્રારંભથી 30 સાઇઝમાં અલબત્ત 12થી 16 ઇંચ (30.48-40 64 સેમી) ડાયામીટરમાં હેચબેક, સેડાન, કોમ્પેક્ટ એસયુવી અને એમયુવીની વિશાળ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે.