આપણો દેશ ભારત વિશાળ સ્થાપત્ય વારસો ધરાવે છે. ભારતમાં હેરિટેજ સાઇટ્સો જોતા આપણે અદભુત કારીગીરી જોવા મળે છે આપણા સાસ્કૃતિક વારસાની જાળવણી આપણા સૌની પ્રથમ ફરજ હોવી જોઇએ. આ સંદર્ભે સ્થાપત્યો વિશે જાગૃતતા અને જાળવણી માટે હંમેશા કાર્યરત અને જાણીતુ નામ એટલે કપિલ ઠાકર. કપિલ ઠાકર દ્વારા અતુલ્ય વારસો નામક ગ્રુપ પણ ચલાવવામાં આવે છે. જે સ્થાપત્યોની જાળવણીને વરેલું ગ્રુપ છે.
કપિલ ઠાકરે પોતાના જન્મદિવસ નિમિત્તે ઉદાહરણીય કાર્ય કર્યું છે. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના રાષ્ટ્રીય સેવા યોજનાના યુનિટ સાથે સહયોગિતામાં જળસ્થાપત્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. આજે મંગળવારે 10 ડિસેમ્બરના રોજ અતુલ્ય વારસોની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના હાલિસા ગામે આવેલ આશરે 500 વર્ષ જૂના પ્રાચીન કુવાની સાફ સફાઇના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યમાં એનએનએસના વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને પ્રાચીન કુવાની સાફ સફાઇ માટે ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં ગામજનો પણ ઉત્સાહ ભેર આ કાર્યમાં જોડાયા હતા.