સુર્યના રહસ્યો પર વિજ્ઞાનની નવી રોશન પડવાની બાબત એક મોટી સિદ્ધી તરીકે છે. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાના અંતરિક્ષ યાન પાર્કર સોલર પ્રોબે સૌર પરિવારના લીડરના સંબંધમાં પ્રથમ વખત કેટલીક એવી માહિતી ઉપલબ્ધ કરાવી છે જેના કારણે હવે અમારા સૌથી નજીકના તારલાને સમજી લેવા અને તેના અંગે માહિતી મેળવી લેવામાં ખુબ ઉપયોગી મદદ મળનાર છે. વિજ્ઞાન સમુદાયના લોકો માટે આને મોટી સિદ્ધી તરીકે ગણવામાં આવે છે. પાર્કર સોલર પ્રોબ પ્રથમ એવા અંતરિક્ષ યાન તરીકે છે જે સુર્યના એટલી નજીકથી ઉડાણ ભરી ચુક્યુ છે. હાલમાં પાર્કર સોલર પ્રોબે સુર્યથી આશરે દોઢ કરોડ માઇલ અથવા તો ૨.૪ કરોડ કિલોમીટરના અંતરેથી ફોટા મોકલ્યા છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે સોલર પ્રોબ હવે ૬૦ લાખ કિમી સુધી સુર્યની નજીક પહોંચનાર છે. જે વર્ષ ૧૯૭૬માં હેલિયસ-૨ દ્વારા પાર કરવામાં આવેલી મર્યાદા કરતા સાત ગણી વધારે નજીકી સ્થિતિ છે. એટલે કે હેલિયસ-૨ કરતા પાર્કર સોલર પ્રોબ સુર્યની વધારે નજીક પહોંચીને ફોટો મોકલી દેવામાં સફળ રહ્યુ છે.
પાર્કરે સુર્યની દાજી નાંખે તેવા ઘેરાવાળા પ્રથમ ફોટો મોકલી દીધા છે. જેના કારણે કેટલાક રહસ્યો પરથી પરદો ઉઠે તેવી શક્યયા છે. જેમ કે સુર્યના આભામંડળ એટલે કે કોરોનો તેની સપાટી કરત સૌ ગણી કરતા પણ વધારે ગરમ કેમ છે. સાથે સાથે સૌર પવનની ઉત્પતિ કઇ રીતે થઇ રહી છે. આ શોધના તારણ નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. શોધ ટીમ મુજબ ત્યાં ચાલી રહેલી ગતિવિધીઓને પ્રથમ વખત પાર્કરની નજરો સાથે જોવામાં સફળતા મળી છે. કોરોનોના ચુમ્બકીય માળખાના ફોટો લેવાની બાબત શક્ય બની શકી છે. જેના કારણે એવી માહિતી પણ મળી શકી છે કે સૌર પવનો કોરોનામાંથી બહાર નિકળે છે. ત્યાં અભૂતપૂર્વ પ્રમાણમાં ધુળ પણ જોવા મળી છે. આ પહેલા સુધી વૈજ્ઞાનિકો માની રહ્યા હતા કે સૌર પવન બે પ્રકારના હોય છે. જે પૈકી એક ખુબ તેજ પવન હોય છે. જે ૭૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચાલે છે અને સુર્યના ધ્રુવીય ક્ષેત્રના વિશાળ કોરોનલ મારફતે નિકળે છે.
બીજી સૌર હવા ધીમી પ્રકારની હોય છે. જે ૫૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધીની ગતિ પકડે છે પરંતુ તેમની ઉત્પતિ અંગે કોઇ માહિતી ન હતી. પાર્કરે હવે ધીમી હવાને લઇને સોર્સ શોધી કાઢવામાં સફળતા મેળવી છે. માહિતી એવી મળી છે કે આ પવનો સુર્યની ભુમધ્ય રેખાની ચારેબાજુ અને સ્થિત રંગ બેરંગી ક્ષેત્રોમાંથી નિકળે છે. સુર્યની ભૂમધ્ય રેખા એક એવા પ્રકારની સંરચના છે જે હજુ સુધી જોવામાં આવી નથી. કોરોનલ છેદ અપેક્ષાકૃત ઠંડા અને ઓછા ઘનત્વવાળા હોય છે. જેમાંથી થઇને ચુમ્બકીય રેખાઓ અંતરિક્ષમાં પહોંચે છે. આ છેદ મારફતે આવેશિત રણકણોના પ્રવાહ થાય છે. પાર્કરે એવી પણ માહિતી મેળવી લીધી છે કે સૌર હવામાં કણોના વિસ્ફોટ તોફાની પવન તરીકે થાય છે. ધીમી ગતિથી ચાલનાર પવન તરીકે પવનમાં કણોના વિસ્ફોટ થતા નથી. સુર્યના આંતરિક ભાગથી ઉર્જાના તેના આભામંડળમાં એટલી પ્રચંડતા સાથે ફાટવાની બાબત દર્શાવે છે કે તેના અદ્રશ્ય હિસ્સાઓ સપાટીની તુલનામાં એટલા વધારે ગરમ કેમ છે.
સુર્યના નજીકી ક્ષેત્ર ધુળભેરલા હોવાની બાબત પણ વૈજ્ઞાનિક સમુદાય માટે હેરાન કરનાર બાબત છે. માનવામાં આવે છે કે ક્ષુદ્રગ્રહ અને પુચ્છળ તારલા તેની નજીક પહોંચી ગયા બાદ બાષ્ફમાં ફેરવાઇ જઇને ધુમ્મસની જેમ તેની આસપાસ રહેતા હશે. મોટી બાબત તો એ છે કે આ તો હવે એક શરૂઆત છે. પાર્કરની સામે હજુ કેટલાક મોટા કામ અને પડકારો બાકી છે. સુર્યના સંબંધમાં તે કઇ કઇ પ્રકારની માહિતી શોધીને લાવે છે તેના પર વિજ્ઞાન સમુદાયની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના અંતરિક્ષ યાન પાર્કર સોલર પ્રોબ પાસેથી વિજ્ઞાન સમુદાયના લોકોને ખુબ આશા દેખાઇ રહી છે. નાસાના વૈજ્ઞાનિકો સતત અભ્યાસમાં લાગેલા છે.