સાહિત્ય એકેડમી પુરસ્કાર વિજેતા અને મરાઠીના જાણીતા સાહિત્યકાર વિશ્વાસ પાટિલના પુસ્તક પાનિપતની ભારતીય ભાષાની અઢી લાખ કરતા વધારે કૃતિઓ વેચાઇ ચુકી છે. બે કારણોથી હાલમાં આ પુસ્તક ચર્ચામાં છે. એક તો હાલમાં આ પુસ્તકના અનુવાદને લઇને છે. જ્યારે બીજી ચર્ચા ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકરને લઇને છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મની પટકથા પાટિલના પુસ્તકમાંથી ચોરી કરવામાં આવી ચુકી છે. પૂર્વ વહીવટી અધિકારી રહી ચુકેલા પાટિલે કહ્યુ છે કે ફિલ્મમાં તેમના પુસ્તક પાનિપતની વાર્તાને ચોરી કરવામાં આવી છે. આ મામલો હવે હાઇકોર્ટમાં વિચારણા હેઠળ છે. વિશ્વાસ પાટિલ દ્વારા કેટલાક દાવા કરવામાં આવ્યા છે. જો કે ઇતિહાસની સાથે ચેડા ફિલ્મમાં પ્રથમ વખત કરવામાં આવ્યા નથી. વિતેલા વર્ષોમાં પણ ઇતિહાસ પર જ્યારે કોઇ ફિલ્મ બનાવવામાં આવી ત્યારે ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. પાનિપત ફિલ્મને લઇને કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી ચુકી છે.
ફિલ્મની પટકથામાં તેમના પુસ્તકમાંથી કઇ રીતે ચોરી કરવામાં આવી છે તે અંગે પુછવામાં આવતા પાટિલ કહે છે કે આ ફિલ્મ માટે તેમનો ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો ન હતો. તેઓ ફિલ્મના ટ્રેલરને જોઇને ચોંકી ઉઠ્યા હતા. તેમને લાગ્યુ છે કે નિર્માતા નિર્દેશકો દ્વારા તેમના પુસ્તકના શરીર અને આત્માને ચોરી લેવામાં આવ્યો છે. આ જ કારણસર મુંબઇ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. ત્યાં મામલો ચાલી રહ્યો છે. તેમના કહેવા મુજબ પાનિપતની ત્રીજી લડાઇ ને મરાઠા માટે ખોટી ગણવામાં આવે છે. દરેક જગ્યાએ બાઉ સાહેબને ખોટા દર્શાવવામાં આવ્યા છે. જો કે તેમને પ્રથમ વખત પુસ્તકમાં ભાઉસાહેબને એક સારી વ્યક્તિ તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. તેમની પોઝિટીવ સાઇડ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમના પુસ્તક પાર્વતીબાઇ લડાઇના મેદાનમાં પહોંચી હતી જેમ કે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે. તેમના પુસ્તકથી પહેલા આ વિષય પર મરાઠીમાં આશરે ૪૦૦ પુસ્તક છે.
જો કે કોઇના પણ પુસ્તકને તેમના પુસ્તક જેટલી સફળતા મળી નથી. કારણ કે તેમને એક નવા વિઝનને રજૂ કરવાના પ્રયાસ કર્યા હતા. તેમના કહેવા મુજબ છ વર્ષ સુધી તેના પ્લે માટે બે વર્ષ સુધી રિસર્ચ પર કામ કર્યુ હતુ. પાનિપતે તેમની લાઇફના આઠ વર્ષ લઇ લીધા છે. તેમના કહેવા મુજબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવા બે નામ છે જે લોકો કહી ચુક્યા છે કે ઇતિહાસ પર આધારિત ફિલ્મ કેવી રહેવી જોઇએ. સોહરાબ મોદી અને કે આસિફ જોરદાર ફિલ્મ બનાવતા હતા. બાકી આજકલ તો ઇતિહાસના નામ પર ચેડા કરવામાં આવી રહ્યા છે. પાત્રો સાથે એવા એવા ડાન્સ કરાવવામાં આવે છે જેની સાથે ઇતિહાસ સાથે કોઇ લેવાદેવા નથી. ફિલ્મ મેકર્સ રિસર્ચ પર ધ્યાન આપે તે ખુબ જરૂરી છે. તેમના કહેવા મુજબ જો કેટલાક સારા નિર્માતા તેમની સાથે ફિલ્મ સાથે જોડાઇ જવા માટે કહેશે તો તેઓ આના માટે તૈયાર છે. કેટલાક કેસોમાં તો ઇતિહાસ સાથે જોરદાર ચેડા કરવામાં આવે છે.
વર્ષો પહેલા પાનિપત પર એક સિરિયલ દુરદર્શન પર આવતી હતી જેના કારણે ચાહકો ભારે પ્રભાવિત થયા હતા. જાણકાર લોકો માને છે કે હવે ફરી એવો સમય આવશે જ્યારે મુખ્ય પુસ્તકની સાથે લોકો ફરી જોડાઇ જશે. પાનિપત સિરિયલ સાથે પણ તેમના કોઇ લેવાદેવા ન હતા. આ એક તબક્કો છે જ્યારે લોકોને વિજ્યુઅલ પસંદ કરી રહ્યા છે.