સમાજમાં મહિલાઓને આપવામાં આવતા સન્માનને લઇને નારા તો ખુબ લગાવવામાં આવે છે પરંતુ માતૃત્વના પ્રત્યે તે સંવેદનશીલતા લોકાચારમાં જોવા મળી રહી નથી જેની અપેક્ષા તમામ લોકો હમેંશા કરતા રહે છે. માતૃત્વ અવકાશ અને સંવેદનહીનતાની સ્થિતિ પ્રવર્તી રહી છે. નોકરી કરતી મહિલાઓને માતૃત્વ સુરક્ષા અને પૌષણ માટે આરામ, સંતુલિત ભોજન અને ટેન્શનમુક્ત માહોલની જરૂર હોય છે પરંતુ અમારા દેશમાં આનો કેટલો અભાવ રહેલો છે તે બાબત નવજાત શિશુના મોતના આંકડાથી પણ જાણી શકાય છે. ખાસ કરીને નોકરી કરતી મહિલાઓ ગર્ભવતી થવાની સાથે જ તેના માટે નોકરીનુ સ્થળ નફા નુકસાન પર આધારિત એવુ સ્થાન બની જાય છે કે જ્યાં રજા લેવાની બાબત તેના માટે અભિશાપ સમાન બની જાય છે. સાથે સાથે પરત નોકરી પર ફરવાની બાબત તેના માટે ધુંધળી બની જાય છે. તાજેતરમાં જ કર્મચારીઓને મળનાર સુવિધાને લઇને ભારે ચર્ચા જામી હતી. કર્મચારીઓને મળનાર સુવિધા પર કામ કરનાર સંસ્થા ટીમલીઝના ૩૦૦ કંપનીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસના તારણ જારી કરવામાં આવ્યા હતા. તેના અભ્યાસ બાદ જે સર્વેના તારણ જારી કરવામાં આવ્યા છે તે તમામ લોકોની આંખ ખોલે તેવા રહ્યા છે. તેના મુજબ વર્ષ ૧.૬ ટકાથી ૨.૬ ટકા મહિલાઓની નોકરી જઇ શકે છે. અથવા તો ૧૧ લાખથી ૧૮ લાખ મહિલાઓની નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. જો કે વર્ષ ૨૦૧૮માં ભારતમાં નોકરી કરતી મહિલાઓમાટે કાર્યના સ્થળ પર સાનુકુળ વાતાવરણ સર્જવા અને તેના પરિવારની જવાબદારીની વચ્ચે સંતુલન જાળવવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
કાયદામાં ફેરફારો કરીને પ્રસુતિ રજાની અવધિ વધારીને ૨૬ સપ્તાહ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને દેશ માટે મોટી સિદ્ધી તરીકે ગણાવીને કહ્યુ હતુ કે તેમના મનને ખુબ શાંતિ થઇ રહી છે. પોતાના મન કી બાત કાર્યક્રમમાં મોદી આ અંગેની વાત કરી ચુક્યા છે. ભારતમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ૨૦૦૫માં ૩૭ ટકા હતી જે હવે ઘટીને ૨૦૧૩માં ૨૭ ટકા થઇ ગઇ હતી. વધવાના બદલે મહિલા કર્મચારીઓની સંખ્યામાં ઘટવાની બાબત ચોક્કસપણે ચિંતાજનક છે. આઠ વર્ષમાં ૧૦ ટકાના ઘટાડાને કામકાજ કરતી મહિલાની જવાબદારીની સાથે જોડીને જોવામાં આવે છે.
વડાપ્રધાન મોદીની આશાની બિલકુલ વિરુદ્ધમાં આ કાયદો નોકરી કરતી મહિલાઓની પરેશાની માટે કારણ બની ગયુ છે. કામકાજી મહિલાઓને માતૃત્વ સુરક્ષા અને પૌષણ માટે આરામ, સંતુલિત ભોજન અને ટેન્શનફ્રી માહોલની જરૂર હોય છે. પરંતુ અમારા દેશમાં આનો ભારે અભાવ રહેલો છે. આંકડા પરથી આ બાબત સાબિત થઇ જાય છે. અમારા દેશમાં નવજાત શિશુના મૃત્યુના આંકડા ખતરનાક અને ચિંતા ઉપજાવે તેવા રહેલા છે. વર્ષ ૨૦૦૮થી વર્ષ ૨૦૧૬ વચ્ચે ૧.૨૩ કરોડ બાળકોપોતાના પાંચમા જન્મદિનને પણ ઉજવી શક્યા નથી. જો કે હવે સ્થિતિ આંશિક રીતે સુધરી છે.