હિન્દી ફિલ્મોને ભવ્ય અને શાનદાર બનાવવા માટે હવે હોલિવુડના નિષ્ણાંત લોકોની મદદ લેવામાં આવી રહી છે. હવે હિન્દી ફિલ્મોને ભવ્ય આ તમામ કુશળ લોકોની મદદ લેવામાં આવ્યા બાદ તેની અસર પણ જોવા મળી રહી છે. બનાવવા માટે હોલિવુડના સ્ટન્ટ એક્સપર્ટની સાથે સાથે મેક અપ આર્ટિસ્ટ અને ટેકનેશિયનની બોલબાલા દેખાઇ રહી છે. હવે ડિજિટલ પર સારા કન્ટેન્ટની માંગ જોવા મળી રહી છે. મોટા પ્રોજેક્ટમાં વિદેશી ટચ જોવા મળે છે. બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી હોલિવુડના એક્શન ડાયરેક્ટર્સ, વીએફએક્સ એક્સપર્ટ, સિનેમાટોગ્રાફર્સ અને મ્યુઝિશિયનો તેમજ અન્ય કુશળ લોકોની માગ જોવા મળી રહી છે. આ તમામ કુશળ લોકોની માંગ બોલિવુડમાં સારી અને હિટ ફિલ્મો માટે વધી રહી છે. હિન્દી ફિલ્મ નિર્માતા પણ હવે હોલિવુડની જેમ જ એક્શન સીન્સ કરવા માટે ઇચ્છુક છે. હોલિવુડની જેમ જ એક્શન સીન બોલિવુડમાં જોવા મળી રહ્યા છે. વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં જારી કરવામાં આવેલા પાનિપત અને તાનાજી ધ અનસંગ વોરિયરના ટ્રેલરમાં ગેમ્સ ઓફ થ્રોન્સની ઝલક જોવા મળી હતી. જ્યારે વોર અને સાહોમાં મિશન ઇમ્પોસિબલની જેમ જ એક્શન સીન જોવા મળ્યા હતા. વોર ફિલ્મમાં તો એક્શન સીન હોલિવુડના નિષ્ણાંત કોરિયોગ્રાફરની બાજ નજર હેઠળ કરવામાં આવ્યા હતા. રિતિક રોશન અને ટાઇગર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. એકંદરે હવે બોલિવુડની ફિલ્મો ખુબ હદ સુધી હોલિવુડની જેમ જ બનવા લાગી ગઇ છે. ટ્રેડ એક્સપર્ટ ગિરીશડોહરે કહ્યુ છે કે પહેલાની તુલનામાં અમારા ટેકનેશિયન વધારે ટ્રેન્ડ થઇ રહ્યા છે. ભારતીય ટેકનિશયનો પણ તમામ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ સુવિધા હવે વધી રહી છે. પ્રોડક્શન વેલ્યુ અને બજેટમાં વધારો થયો છે. કેટલાક પ્રોજેક્ટમાં હોલિવુડ ટેલેન્ટને પણ હાયર કરી રહ્યા છીએ.
દરેક વ્યક્તિ નવી ટેકનોલોજી શિખવા માટે ઉત્સુક છે. તે પોતાને અપડેટ રાખવા માટે ઇચ્છુક છે. બાગી-૩ માટે સ્પેશિયલ ટીમ બોલાવવામાં આવી હતી. અભિનેતા ટાઇગર શ્રોફ હાલના દિવસોમાં બાગી-૩ ફિલ્મ માટે કામ કરી રહ્યો છે. તે હાલમાં સર્બિયામાં શુટિંગ કરી રહ્યો હતો. અહીં ફિલ્મના એક્શન સિકવન્સના શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મ માટે સ્ટન્ટ સીન પહેલા કરતા પણ વધારે ખતરનાક કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ થાઇલેન્ડ, બલ્ગારિયા, સર્બિયામાં ફિલ્મમાં હિસ્સાના શુટિંગ થઇ રહ્યા છે. સ્પેશિયલ ટીમો આના એક્શન માટે શુટિંગમા મદદ કરી રહ્યા છે. ડિજિટલ પર પણ હવે સારા કન્ટેન્ટની માંગ જોવા મળી રહી છે. ટ્રેડ નિષ્ણાંતોનુ કહેવુ છે કે મોટા ભાગના લોકો વિદેશી કન્ટેન્ટને જોવા માટે હવે ઇચ્છુક બની ગયા છે.
ડિજિટલ પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો પર લોકો એવા કન્ટેન્ટની આશા રાખે છે જે જોરદાર હિટ થઇ શકે છે. તમામ ચીજા ખુબ સારી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તમામ લોકો પ્રભાવિત થાય અને તમામ લોકો સારી ચીજ જોઇ શકે તે માટે દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. આના કારણે ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. બોલિવુડમાં હોલિવુડ એક્સપર્ટ માટે કામ કરવાની બાબત કોઇ નવી નથી. પહેલા પણ કેટલીક ફિલ્મોમાં વીએફએક્સ માટે વિદેશી નિષ્ણાંતોની મદદ લેવામાં આવી ચુકી છે. હવે મોટા ભાગના નિર્માતા દુનિયાભરમાં આવા નિષ્ણાંતોની મદદ લઇ રહ્યા છે. હવે હોલિવુડની મોટી ફિલ્મોની જેમ એડવાન્સ મેક અપ ટેકનોલોજી, તેમજ જોરદાર એક્શન સીન રાખવા માટે ઇચ્છુક છે.
વિદેશી સિનેમાટોગ્રાફીની સાથે ભારતીય લોકોના મન જીત રહ્યા છે. અક્ષય કુમારની કેસરીમાં લોરેન્સ વુડવર્ડ, રિતિક રોશનની ફિલ્મ બેંગ બેંગમાં એન્ડી આર્મસ્ટ્રોગ, સની દેઓલની ફિલ્મ ઘાયલ વન્સ અગેઇનમાં ડેન બ્રેડલીની મદદ લેવામાં આવી હતી. રિશિ કપુરની ફિલ્મ કપુર એન્ડ સનમાં એક અપ આર્ટિસ્ટ ગ્રેગ કેનોમની મદદ લેવામાં આવી હતી. ટાઇગર જીન્દા હે, રેસ-૩, ભારત અને બાહુબલી જેવી ફિલ્મોમા પણ હોલિવુડની ઝલક જોવા મળે છે. આવનાર સમયમાં સારી ફિલ્મો જોવા મળી શકે છે.