વિશ્વભરમાં પર્યાવરણ પ્રદુષણ હવે એક વિકરાલ સમસ્યા બની ચુકી છે. દરેક સરકાર આના માટે પ્રભાવી પગલા લઇ રહી છે. ઇલેક્ટ્રોનિક વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ઇલેક્ટ્રોનિક વાહનોને આ દિશામાં રચનાત્મક પહેલ તરીકે ગણવામાં આવે છે. આ જ ક્રમમાં બ્રિટન દ્વારા હવે ઇ-વિમાન બનાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. પર્યાવરણની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં લઇને સરકારે કાનુનમાં હસ્તાક્ષર કરીને ૨૦૫૦ સુધી બ્રિટનને શુદ્ધ શુન્ય ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન બનાવવા માટેની કટિબદ્ધતા દર્શાવી છે. દુનિયાભરમાં વિમાન ઉદ્યોગના કારણે ૨.૫ ટકા કાર્બન ડાઇઓક્સાઇડ પર્યાવરણમાં ઉત્સર્જિત થઇ છે. ભલે આ એક નાનકડા ટકા તરીકે છે પરંતુ સતત વધી રહેલા વિમાની સંચાલનના કારણે આવનાર વર્ષોમાં આ ખુબ વધારે વધી શકે છે. જે દરથી યાત્રીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે જોતા પહેલાથી જ સાવધાન થઇ જવાની જરૂર દેખાઇ રહી છે. વિમાન ઉદ્યોગમાં વર્તમાનમાં પ્રતિ વર્ષ ચારથી પાંચ ટકા વચ્ચે અંદાજ વધી રહ્યો છે. જે રીતે હાલમાં યાત્રીઓની સંખ્યા વધી રહી છે તે જોતા યાત્રીઓની સંખ્યા દરેક ૧૫-૨૦ વર્ષમાં બે ગણી થઇ જશે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા મુજબ એકલા બ્રિટનના વિમાન ઉદ્યોગે ગયા વર્ષે ૩૭ મીટર ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉત્સર્જિત કરી છે. વર્તમાનમાં ઇલેક્ટ્રિક એન્જીન બે સ્વરૂપમાં આવે છે. તે મોટર કારોની જેમ જ હાઇબ્રિડ એન્ન હોય છે.
જો કે હજુ પણ ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવે છે. આવનાર સમયમાં એન્જીનને બેટરીની સાથે જોડી દેવામાં આવનાર છે. આ પૂર્ણ રીતે બેટરીથી પોતાના પાવરને પ્રાપ્ત કરે છે. રોલ્સ રોયસના ઇલેક્ટ્રિકલ નિર્દેશક રોબ વોટ્સનના કહેવા મુજબ ઇલેક્ટ્રિક એન્જીન માત્ર એક ટકાઉ ઉદ્યોગ જ નથી બલ્કે તે નવા યુગની શરૂઆત કરનાર છે. વિમાન નિર્માણ ઉદ્યોગમાં એક ત્રીજા યુગની શરૂઆત થવા જઇ રહી છે. જે વિજળીકરણથી સક્ષમ છે.
વર્ષ ૨૦૨૧માં પરીક્ષણ અને ઉડાણ માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં ઇલેક્ટ્રોનિક વિમનાન ઇ-ફેને સફળતા પૂર્વક ઉડાણ ભરીને ઇંગલિશચેનલને પાર કરીને નવી સિદ્ધી મેળવી હતી. આ જ દિશામાં આગળ વધીને રોલ્સ રોયસ, એરબસ અને સિમન્સની સાથે મળીને વિમાન ઇફેન એક્સની સિરિઝ વિકસિત કરવાની તૈયારી કરી છે. વર્ષ ૨૦૨૧માં આ વિમાનોના ઉડાણને લઇને પરીક્ષણ કરવામાં આવી શકે છે.